ખબર

કોરોનાના થઇ રહ્યા છે વળતા પાણી, આ બાબતે ભારતે આખી દુનિયામાં ડંકો વગાડ્યો

દુનિયાભરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી ભારતમાં પણ દૈનિક આંકડો એક લાખની નજીક પહોંચવા આવ્યો હતો પરંતુ હવે છેલ્લા બે દિવસથી કોરોના કેસના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 75,083 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતઓની સંખ્યા 55,62, 664 સુધી પહોંચી ગઈ છે.

Image Source

અત્યાર સુધીમાં કોરોનાથી 44,97,868 લોકો માત આપવામાં સફળતા મેળવી છે. જ્યારે હજુ 9,75,861 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 1,053 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 88,935 થઇ ગયો છે.

ભારતમાં 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 93,337 નવા કેસ નોંધાયા હતા જયારે 20 સપ્ટેમ્બરના રોજ 92 હજાર અને 21 સપ્ટેમ્બરના રોજ 96,991 કેસ નોંધાયા હતા. આ આંકડા આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેને જોતા કોરોના કેસોમાં નોધપત્ર ઘટાડો થતો જોવા મળી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં ભારતનો રિકવરી રેટ દુનિયાના બીજા દેશો કરતા સતત વધી રહ્યો છે. હાલ રિકવરી રેટ મામલે ભારત દુનિયામાં ટોચના સ્થાને છે. ભારતનો રિકવરી રેટ 80 ટકા કરતા વધુ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.