અમદાવાદમાં ઈંડા નોનવેજ થઇ ગયા બેન, ઈંડા પ્રેમીઓ માટે આવ્યા આઘાતજનક સમાચાર- જાણો ફટાફટ

અમદાવદમાં પબ્લિક પિલ્સ પર ઈંડા કે નોનવેજની રેકડીઓ પર બેનની શરૂઆત રાજકોટ કોર્પોરેશને કરી હતી. પછી આ નિર્ણય જાણે જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક શહેરની નગર પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર બેન લગાવી રહ્યા છે.

અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.

આજથી બદલાયેલા નિયમ પ્રમાણે હવેથી પબ્લિક પ્લેસ પર ઈંડા કે નોનવેજ ઢાંકીને વેચવું પડશે. અત્યારે નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય. પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે.

તેઓ હવે ઈંડા કે નોનવેજ ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેરમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેશે.

પ્રાપ્ત વિગત અનુસાર એએમસી દ્વારા જાહેર રસ્તા પર દબાણ કરતી અથવા તો નડતી હોય તેવી તમામ નોનવેડાની બધી જ લારીઓ હટાવવામાં આવશે. આ અંગે તત્કાલ કાર્યવાહી કરવા માટે પણ AMCદ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.

તો હવે કાલથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. ઇંડા અને નોનવેજની લારી ધારકો ઇચ્છે તો મેદાન કે કોર્પોરેશન દ્વારા બનાવાયેલા સ્ટેન્ડ પર ઉભા રહી શકશે પરંતુ જાહેર રોડ પર ઉભા નહી રહી શકે. આ અંગે કોર્પોરેશન દ્વારા કાલથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

YC