જ્યોતિષ શાસ્ત્ર

ડીસેમ્બર મહિનાનું રાશિફળ: 1 થી 31 ડીસેમ્બર સુધી જાણો શું લખ્યું છે તમારા ભાગ્યમાં

મનુષ્ય પોતાના જીવનકાળમાં ખૂબ ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે. જ્યોતિષનાં જાણકારોનું કહેવું છે કે, વ્યકિતનાં જીવનમાં જે પણ ઉતાર-ચડાવ આવે છે તે ગ્રહોની સ્થિતિ અનુસાર હોય છે, ગ્રહોમાં અવિરત બદલાવ થવાનાં કારણે સંયોગ બને છે અને તે સંયોગ કોઈ રાશિ માટે સારા રહે છે તો કોઈ રાશિ પર તેનો ખરાબ પ્રભાવ પણ પડે છે. ત્યારે આજે બુધ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. બુધ આજે વૃશ્ચિક રાશિમાં જશે અને એ પછી ધન રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર આખા ડિસેમ્બર સુધી દરેક રાશિના જાતકો પર પડશે, ત્યારે જાણીએ કઈ રાશિ પર થશે કેવી અસર –

મેષ રાશિ આજથી 15 દિવસો તમારા માટે સારા રહેશે. તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો. તમે સ્વસ્થ અનુભવશો. આ રાશિના માર્કેટિંગમાં સામેલ લોકો માટે સારો મહિનો છે. એક નવો ક્લાયંટ પણ તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. તમારા પરિવારમાં ખુશી વધશે. જીવનસાથી સાથે વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરશો. ‘ૐ હૂં વિષ્ણવે નમઃ’ નો જાપ કરો, કલેશ ઘરથી દૂર રહેશે.

વૃષભ રાશિ આ મહિનો તમારા ફેવરમાં રહેશે. તમારી ઘણી યોજનાઓ સમયસર પૂર્ણ થશે. પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. તમને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. તમે તમારી શક્તિથી ઘણું મેળવશો. કેટલીક મુશ્કેલ પરિસ્થિતિમાં, તમને કેટલાક લોકોની સહાયતા સરળતાથી મળી જશે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. ઘરેથી નીકળતા સમયે માતાપિતાના ચરણ સ્પર્શ કરો, દરેક ખરાબ કામ પણ સાર થતા દેખાશે.

મિથુન રાશિ આ મહિનો તમારો દિવસો સારો રહેશે. તમારે કોઈ મોટું અને અલગ કામ કરવાનું ટાળવું જોઈએ. તમે થોડા સુસ્ત થઇ શકો છો. તમારે વાટાઘાટો કરવાનો અને મામલો શાંતિપૂર્ણ રીતે પતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંતાન સાથે થોડો વિવાદ થવાની સંભાવના છે. પણ તમે સંવેદનશીલ બની શકો છો. દરરોજ સવારે અને સાંજે ઘરે ઘીનો દીવો પ્રગટાવો, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.

કર્ક રાશિ આ મહિનો તમારા માટે ઠીકઠાક રહેશે. જરૂરથી વધારે એકાગ્રતાને લીધે તમને થોડી મુશ્કેલી થઈ શકે છે. એકતરફી વિચારસરણી તમને મુશ્કેલીમાં મુકી શકે છે. બધા કામ તમારા મન પ્રમાણે થઈ શકે છે. તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. તમારે કોઈ પણ બાબતમાં જીદથી બચવું જોઈએ. બિનજરૂરી વિવાદો પણ સામે આવી શકે છે. કીડીઓને લોટ ખવડાવો, કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થશે.

સિંહ રાશિ આ મહિનો તમારા માટે આત્મવિશ્વાસથી ભરપુર રહેશે. પૈસાની બાબતમાં આ રાશિના વેપારીઓને ફાયદો થઈ શકે છે. ઓફિસમાં કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. ઉપરાંત, બોસ તમારા પ્રદર્શનથી ખુશ થઈને તમને સારી ભેટ આપી શકે છે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. તમે બીજાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરશો. વૃદ્ધ બ્રાહ્મણને અવશ્ય જમાડો, સંબંધોમાં મધુરતા રહેશે.

કન્યા રાશિ આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે, આ રાશિના વેપારીઓને અપેક્ષા કરતા વધારે મળશે. ઓફિસમાં તમને તમારો અભિપ્રાય વ્યક્ત કરવાની સંપૂર્ણ તક મળશે. અન્ય લોકો તમારી યોજનાથી ખૂબ પ્રભાવિત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. લવમેટ માટે 12 દિવસો ખૂબ સરસ છે. પરિવારના સભ્યો તમારા માટે મદદરૂપ થશે. નસીબના સમર્થન સાથે જે થાય તે તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદને પીળા વસ્ત્રોનું દાન કરો, તમે ભાગ્યશાળી થશો.

તુલા રાશિ આ મહિનાના દિવસો તમારા માટે વ્યસ્ત બની શકે છે. નવી જવાબદારીઓ લેવામાં તમે થોડો અચકાશો. તમે કોઈ ખાસ કામમાં અટવાઈ શકો છો. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી તમારે વસ્તુઓની કાળજી લેવી જોઈએ. તમારી જવાબદારીઓ પણ વધી શકે છે. તમારા પ્રયત્નોમાં થોડી કમી આવી શકે છે. શ્રી હરિ વિષ્ણુજીના મંત્ર ‘ૐ નમો ભગવતે નારાયણાય’નો જાપ 21 વાર કરો, ધન લાભ થશે.

વૃશ્ચિક રાશિ આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે, કેટલાક લોકોની સહાયથી તમારું કાર્ય થઈ શકે છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગીદારો આજે તમે જે કરો છો તે બધું સમજવાનો પ્રયત્ન કરશે. ઉપરાંત, તેઓ કેટલાક કામમાં તમારી સલાહ પણ લઈ શકે છે. સંબંધોના મામલે નવીનતા આવી શકે છે. તમે લોકોની ઇચ્છાઓને સમજવાનો પ્રયત્ન કરશો. તમને થોડી નવી જવાબદારી મળી શકે છે. મંદિરમાં ચણાની દાળનું દાન કરો, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન રાશિ સાહિત્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટા સમાચાર મળશે. નવા કાર્યોમાં તમને નસીબનો સંપૂર્ણ સાથ મળશે. કોઈ પણ કાર્યમાં જીવનસાથીની સલાહ લાભકારક રહેશે. તમે તમારી કારકિર્દીમાં નવા પરિમાણો સ્થાપિત કરશો. મિત્રો સાથે ફિલ્મ જોવા જવાની યોજના બનાવશો. અનાથાશ્રમમાં કંઈક દાન કરો, લોકોનો સહયોગ જીવનમાં રહેશે.

મકર રાશિ આ મહિનો તમારા માટે સારો રહેશે. તમારા અધૂરા કાર્યો પૂરા થઈ શકે છે. સાથે મળીને કરેલા કામથી તમને ઘણી સફળતા મળવાના યોગ છે. તમને કેટલીક નવી તકો મળી શકે છે. પ્રેમ સંબંધમાં તમને સફળતા મળી શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે. તમે કંઇક નવું શીખી શકો છો. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરો, ઘરમાં સુખ અને શાંતિ રહેશે.

કુંભ રાશિ આ મહિનો તમારા માટે ફેવરેબલ રહેશે. રોજિંદા કાર્યોથી તમને લાભ થશે. કોઈ ધંધામાં રોકાણ કરવાનું વિચારી શકાય. લગ્નજીવન સારું રહેશે. તમને ઘણા નવા કામ કરવાની તક મળશે, જેમાં તમે સફળ પણ થશો. તમે બીજાને મદદ કરવા તૈયાર રહેશો. પરિવારમાં લાભની સ્થિતિ રહેશે. સર્જનાત્મક કાર્યથી તમને લાભ થશે. પક્ષીઓને દાણા નાખો, અટકેલા પૈસા પાછા મળશે.

મીન રાશિ આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. કેટલીક વ્યક્તિ નાની નાની બાબતો પર ગુસ્સે થઈને તમારો વિરોધ કરી શકે છે. તમારે જૂની બાબતોની ઝંઝટમાં પડવાનું ટાળવું જોઈએ. તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. રોકાણની બાબતોમાં કોઈની નવી સલાહ મળી શકે છે. કેટલાક લોકોની નજરમાં તમારી સકારાત્મક છબી બની શકે છે. ગાયને રોટલી ખવડાવો, શુભ સમાચાર મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.