બ્રેકીંગ ન્યુઝ: ફેમસ હિરોઈને ખાધી ઊંઘની ગોળીઓ, સમગ્ર ઘટના વાંચીને ફેન્સને રડવું આવી ગયું…ખુબ જ દુઃખી ઘટના 

પશ્ચિમ બંગાળની ફિલ્મ દુનિયામાં હાલના દિવસોમાં ફિલ્મ અભિનેત્રી પલ્લવી ડે, વિદિશા ડે મજૂમદાર, મંજૂષા નિયોગી, મૌમિતા સાહા સહિત બાંગ્લા ફિલ્મોની ઘણી અભિનેત્રીઓ અને મોડલ્સની આપઘાતની ઘટનાઓ ઘટી ચૂકી છે. ટોલિવુડની અભિનેત્રીઓ અને મોડલ્સના આપઘાતની ઘટનાને લઇને હજી તો વિવાદ થમ્યો નથી ત્યાં શુક્રવારના રોજ રાત્રે વધુ એક બાંગ્લા અભિનેત્રી રાઇ દેબલિના ડે દ્વારા આત્મહત્યા કરવાની કોશિશ કરવામાં આવી. અભિનેત્રીએ પહેલા ફેસબુક પર પોતાની દુખ ભરી કહાની લખી અને પછી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ પરિવાર અને પરિચિતોની સૂજ-બૂજ અને પોલિસની સક્રિયતાને કારણે તેનો જીવ બચી ગયો. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ શુક્રવારે રાત્રે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. તે પોસ્ટમાં અભિનેત્રીએ તેના પરિવાર વિશે ફરિયાદ કરી હતી અને પોતાની વ્યથા જણાવી હતી.પૂર્વ જાદવપુર પોલીસ સ્ટેશનની પોલીસે તેનો જીવ બચાવવામાં ઘણી મદદ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેત્રીએ ફેસબુક પર આત્મહત્યા માટેની પોસ્ટ કરી હતી. તેણે આ માટે તેના પરિવારને સીધો દોષ આપ્યો.

પોસ્ટ વાંચતા જ તેના પરિવારના સભ્યો અને અન્ય પરિચિતોએ તેને ફોન કરવાનું શરૂ કર્યું પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ પછી મોડું કર્યા વિના જાદવપુર પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી. પોલીસ તરત જ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં પહોંચી ગઈ હતી જેમાં અભિનેત્રી નયાબાદ વિસ્તારમાં રહેતી હતી. જ્યારે અંદરથી બંધ દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તે બેભાન હાલતમાં પડી હતી. તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં રાતભરની સારવાર બાદ શનિવારે તેને હોશ આવ્યો હતો. તેણે ઘણી ઊંઘની ગોળીઓ ખાઇ લીધી હતી.

પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે અને અભિનેત્રીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે પલ્લવી ડે અને અન્ય અભિનેત્રીઓએ આત્મહત્યા કરી હતી, તે સમયે દેબલીનાએ ફેસબુક પર ધીરજ રાખવાની વાત કહી હતી, પરંતુ હવે સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે શું ફરીથી એવી સ્થિતિ આવી કે અભિનેત્રી આત્મહત્યા કરી હતી. આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

Shah Jina