ડિલીવરીના 7 મહિના બાદ બીજીવાર માતા બની ટીવીની સીતા, ખાસ અંદાજમાં આપી ખુશખબરી

ટીવી અભિનેત્રી દેબિના બેનર્જી એકવાર ફરી માતા બની ગઇ છે. દેબિના અને ગુરમીતના ઘરે 11 નવેમ્બરના રોજ એક નાની પરીએ જન્મ લીધો છે. દેબિના અને ગુરમીતે પોતાની ખુશી જાહેર કરતા ખાસ અંદાજમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીની ડિલીવરી બાદ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખાસ તસવીર શેર કરી હતી. તસવીરમાં ગુરમીત બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે અને દેબિના વ્હાઇટ કપડામાં લપેટાયેલી જોવા મળે છે. તેના હાથમાં પિંક ફુગ્ગા છે અને તસવીરમાં લખ્યુ છે- ઇટ્સ અ ગર્લ.

દેબીના બોનર્જી અને ગુરમીત ચૌધરીએ બાળકનું સ્વાગત કર્યા બાદ ચાહકોને ખુશખબર આપી હતી. દેબીના બેનર્જીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે ફોટો શેર કરવામાં આવ્યો છે. કપલે કેપ્શનમાં લખ્યુ- “દુનિયામાં અમારી બાળકીનું સ્વાગત છે”. જ્યારે અમે ફરીથી માતાપિતા બનવાનો આનંદ અનુભવીએ છીએ, ત્યારે અમે આ સમયે કેટલીક પ્રાઇવસીની ઉમ્મીદ કરી રહ્યા છીએ કારણ કે અમારું બાળક પ્રિમેચ્યોર જન્મ્યું છે. તમારા પ્રેમ અને આશીર્વાદ અમારા પર આ રીતે વરસતા રહે.

દેબીના અને ગુરમીત ચૌધરીને તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. દેબીના બેનર્જીએ સોશિયલ મીડિયા પર તેનું બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ શેર કર્યું છે. જે બાદ તે લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. નેટીઝન્સે દેબીનાને તેના ફોટોશૂટ માટે ખૂબ ટ્રોલ પણ કરી હતી. જણાવી દઈએ કે દેબીના અને ગુરમીત પહેલીવાર 3 એપ્રિલ 2022ના રોજ પેરેન્ટ્સ બન્યા હતા. દેબીનાની પહેલી પ્રેગ્નેંસી સરળ ન હતી પરંતુ તે પછી પણ તેણે હિંમત ન હારી અને એક સુંદર બાળકીને જન્મ આપ્યો.

પ્રથમ પ્રસૂતિના થોડા દિવસો પછી, દેબિનાએ તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી. જેના માટે ઘણા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થયા હતા. હવે દેબીના-ગુરમીતે તેમની બીજી બાળકીનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. થોડા દિવસો પહેલા, દેબીના બેનર્જીએ એક વીડિયો શેર કર્યો હતો અને તેના ચાહકોને કહ્યું હતું કે તેણે બાળકના આગમનની ખુશીમાં હોસ્પિટલ જવા માટે તેની બેગ પેક કરી છે. કારણ કે તેને દરેક કામ ઝડપથી કરવાની આદત છે.

જો કે, ચાહકો તેને સમજી શક્યા નહીં કે બાળક સમય પહેલા થવાનું છે. ગુરમીત દેબિનાને ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ અભિનંદન આપી રહ્યા છે. અભિનેતા સોનુ સૂદે પણ કપલને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી કોમેડિયન ભારતી સિંહે કોમેન્ટ કરી. તેણે લખ્યું, “યાહૂ, અભિનંદન. મારે પણ એક બાળકી જોઈએ છે.” ક્યાંક આ કમેન્ટ દ્વારા ભારતી સિંહે બીજા બાળકની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી ‘રામાયણ’ જેવી ઐતિહાસિક સિરિયલ દરમિયાન મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Debina Bonnerjee (@debinabon)

બંનેએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા, ત્યાર બાદ લગ્ન કરી લીધા. લગ્નના 10 વર્ષ બાદ દેબીનાને માતા બનવાનું સુખ મળ્યુ. ઘણી સમસ્યાઓને કારણે, દેબીના બેનર્જી ગર્ભ ધારણ કરી શકી ન હતી. આ માટે તેણે ઘણી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી. પછી ક્યાંક તે ગર્ભવતી બની અને ગુરમીત ચૌધરી સાથે દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું. ત્યારે હવે બીજીવાર તેઓ દીકરીના પેરેન્ટ્સ બન્યા છે.

Shah Jina