ટીવી શો રામાયણમાં સીતાનો કિરદાર નિભાવીને ફેમસ થનારી અભિનેત્રી દેબીના બેનર્જી અને પતિ ગુરમીત ચૌધરી હાલમાં જ માતા-પિતા બન્યા છે.દેબીનાએ 3 એપ્રિલ 2022ના રોજ દીકરી લિયાનાને જન્મ આપ્યો હતો. દેબીના-ગુરમીતે માતા-પિતા બન્યાના સમાચાર સોશિયલ મીડિયા પર સુંદર પોસ્ટ શેર કરીને આપ્યા હતા. જન્મના બે અઠવાડિયા પછી કપલે દીકરીના નામની ઘોષણા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ પોતાની ક્યૂટ દીકરીનું નામ ‘લિયાના’ રાખ્યું છે.
એવામાં હાલના દિવસોમાં દેબીના પોતાના કામથી દૂર પોતાની દીકરી સાથે સમય વિતાવી રહી છે અને માતૃત્વની દરેક ક્ષણને માણી રહી છે. દેબીના-ગુરુ પોતાની દીકરી સાથેની સુંદર ક્ષણો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. એવામાં દેબીનાએ દીકરી સાથેનો એક વીડિયો શેર કર્યો છે જેને જોઈને ચાહકો ભડકી ઉઠ્યાં છે અને દેબીનાને ખુબ ટ્રોલ કરીને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
સામે આવેલા વીડિયોમાં દેબીના પોતાની દીકરીને એક હાથમાં પકડીને ઘરમાં ફરી રહી છે અને ગીત ગાઈને દીકરીને સુવડાવવાની કોશિશ કરી રહી છે. વિડીયો શેર કરીને દેબીનાએ કૈપ્શનમા લખ્યું કે,”પોતાનું પ્રિય ગીત ગાતા…#canthelpfallinginlove by #elvispresley … કંઈક આવી રીતે મારી સવાર દેખાય છે”. લોકોને દેબીનાનું દીકરીને માત્ર એક હાથમાં પકડીને ચાલવું યોગ્ય ન લાગ્યું અને તેને લાપરવાહીનુ નામ આપતા ખુબ ટ્રોલ કરવા લાગ્યા.
એક યુઝરે લખ્યું કે,”દીકરીને સરખી રીતે પકડો અને સ્ટાઇલ મારવાનું બંધ કરો’, અન્ય એકે લખ્યું કે,”મેડમ બાળકી કોઈ રમકડું નથી તેને યોગ્ય રીતે પકડતા શીખો”. આ સિવાય યુઝર્સે,”કલાકાર રીલ્સ બનાવવામાં એટલા વ્યસ્ત છે કે, તેઓ બાળકની સંભાળ પણ લઇ નથી શકતા’,’હું તમારી ખુબ મોટી ચાહક છું, પણ બાળકીને આટલી લાપરવાહીથી શા માટે પકડી છે’,’બાળકીને સારી રીતે પકડો, તેની ગરદન નાજુક નાજુક છે, તેને સપોર્ટની જરૂર છે’,’વગેરે જેવી કમેન્ટ્સ કરીને તેને ટ્રોલ કરી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે દેબીના અને ગુરમીતે વર્ષ 2009માં પરિવારના વિરુદ્ધ અમુક મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. જો કે ઘરના લોકોની મંજૂરી પછી બંનેએ ફરીથી ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને એકસાથે રામાયણ શોમાં રામ-સીતાના કિરદારમાં જોવા મળ્યા હતા. ગુરમીત ચૌધરી બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુક્યો છે.લગ્નના 11 વર્ષ પછી તેમના ઘરે કિલકારીઓ ગુંજી છે.