હાલમાં જ એવા સમાચાર વહેતા થયા હતા કે કચ્છમાં આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુનું અવસાન થયુ છે. આ સમાચાર બાદ બાપુના અનુયાયીઓમાં અને ભક્તોમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું.
જો કે આ દાવો ખોટો હોવાનું સાબિત થયુ છે કારણ કે પોસ્ટમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું હોવાના નામે જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભ્રામક છે. તાજેતરમાં જ મોગલધામ ભીમરાણાના મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુ બ્રહ્મલીન થયા છે જેની પુષ્ટી મોગલધામના બાપુએ વીડિયો દ્વારા કરી છે.
એક ફેસબુક યુઝરે 22 ઓગષ્ટે એક પોસ્ટ શેર કરી, દેમાં લખવામાં આવ્યુ કે, કબરાઉ વાળા બાપુનું અવસાન થયું તે વાત સાચી છે કે ખોટી કોમેન્ટ કરી દેજો ભાઈ. જો કે, FACT CHECKમાં આ પોસ્ટ ખોટી સાબિત થઇ. જો કે બાપુ સહિ સલામત છે અને આની પુષ્ટિ તેમણે પોતે કરી છે.