ખબર

આ પરિવારના માથે અચાનક તૂટ્યો દુઃખોનો પહાડ, એક પુત્રના મૃત્યુનો શોક પૂરો નહોતો થયો ત્યાં બીજા દીકરાનું અવસાન

2020નું વર્ષ લોકો માટે ખુબ જ દુઃખ દાયક સાબિત થઇ રહ્યું છે, કોરોના વાયરસે કેટલી લોકોનો જીવ લઇ લીધો છે. ત્યારે ઝાંસીના એક પરિવાર ઉપર આ સમયે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પહેલા દીકરાના મૃત્યુના 4 દિવસ જ બાદ જ પરિવારમાં બીજા દીકરાનું પણ અવસાન થતા જ આખો પરિવાર દુઃખમાં ગરકાવ થઇ ગયો છે.

Image Source

પંદર દિવસ પહેલા જે પરિવારમાં ચારેય તરફ ખુશીઓ વેરાયેલી હતી ત્યાં જ આજે દુઃખોનો ડુંગર ઉભો થઇ ગયો છે. ઝાંસીના સંતોષ નગરિયાનો વ્યવસાય પણ સારો ચાલી રહ્યો હતો. બધી જ બાજુથી ખુશીનું વાતાવરણ પરિવારમાં હતું. પરંતુ આચાનક જ એક દીકરાનું મૃત્યુ થઇ જતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. એક દીકરાના મૃત્યુના દુઃખમાંથી હજુ બેઠા નહોતા થયા ત્યાંજ ચાર દિવસ બાદ બીજો પુત્ર પણ દુનિયાને અલવિદા કહીને ચાલી જતા જ આખો પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

Image Source

કૈલાશ રેસીડેન્સીમાં રહેતા સંતોષને બે દીકરા અને બે દીકરીઓ હતી. ચારેયના લગ્ન થઇ ગયા હતા, અને સંતોષ નિવૃત્ત થઇ ગયો હતો. મોટા દીકરા પંકજનો 8 વર્ષનો છોકરો અને 12 વર્ષની છોકરી હતી. જયારે નાના દીકરા વિશાલને એક ત્રણ વર્ષનો છોકરો અને એક વર્ષની દીકરી હતી. ધંધાની જવાબદારી પણ દીકરાઓએ ઉપાડી લીધી હતી. ત્યારે સંતોષ અને તેમની પત્નીનું જીવન પૌત્રો અને પૌત્રીઓ વચ્ચે ખુબ જ આરામથી વીતી રહ્યું હતું.

Image Source

અચાનક જ પરિવારના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો.  તેમના બંને દીકરા કોરોનાની ચપેટમાં આવી ગયા.  પહેલા એક દીકરાનું અવસાન થયું અને ચાર દિવસ બાદ બીજો દીકરો પણ હંમેશને માટે એકલા છોડીને ચાલ્યો ગયો. આ ખબર સાંભળીને જ લોકો પણ ખુબ જ દુઃખી થઇ ગયા પરિવારને સાંત્વના આપવા માટે પણ તેમની પાસે શબ્દો નહોતા.

Image Source

પરિવારના બીજા સભ્યોનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો. પંકજ અને વિશાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બાકીના બીજા સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો દુકાનમાં કામ કરતા સભ્યોનો પણ રિપોર્ટ કરાવતા તેમનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Image Source

પંકજ ગુપ્તા અને વિશાલ ગુપ્તાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને 28 ઓગસ્ટના રોજ પેરા મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્રણ સપ્ટેમ્બરના રોજ બંને ભાઈઓને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંયા 9 સપ્ટેમ્બરના રોજ પંકજનું મૃત્યુ થયું, અને રવિવારે સવારે જ વિશાલે પણ દમ તોડી દીધો હતો. બંને ભાઈઓના મૃત્યુના મામલામાં પરિવારજનોએ હોસ્પિટલ પ્રસાશન ઉપર લાપરવાહી કરવાનો આરોપ મુક્યો છે. તેમના એક સંબંધીના જણાવ્યા પ્રમાણે બંને ભાઈઓની સારવાર માટે માત્ર 10 દિવસમાં 15 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.