ફિલ્મી દુનિયા

200 કરોડ કમાણી કરનાર ‘હાઉસફુલ 4’ માં કામ કરનાર વ્યક્તિનું મૃત્યુ થયેલું, કામના પ્રેશરને લીધે દિમાગની નસો ફાટી ગઈ હતી જાણો વિગત

બોક્સ ઓફિસ ઉપર “હાઉસફુલ-4” ખુબ જ સફળ રહી, આ ફિલ્મ બનવા પાછળ કોઈ  વ્યક્તિનું યોગદાન નથી. એક ટિમ દ્વારા આખી ફિલ્મને સફળતાનાં પથ ઉપર લઇ જવામાં આવી હતી. આ ફિલ્મ પાછળ એક વ્યક્તિની ખુબ જ મહેનત રહી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે એ વ્યક્તિ આ દુનિયામાં હયાત રહી નથી. ફિલ્મમાં પોતાનું યોગદાન આપનાર આ વ્યક્તિનું મૃત્યુ પણ તેના કામના કારણે જ થયું છે. વધુ પડતું કામ તેનો જીવ લઈને ગયો.

Image Source

વાત છે “હાઉસફુલ-4″માં જેના સંગીતના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા એવા સાઉન્ડ એડિટર નિમિષ પિલાંકરની. જેને આ ફિલ્મમાં પોતાના એડિટિંગથી દર્શકોને ખુશ કર્યા હતા. નિમિષ આ સિવાય પણ બીજી ઘણી ખ્યાતનામ ફિલ્મોમાં સાઉન્ડ એડિટર તરીકેની ભૂમિકા ભજવી ચુક્યો છે. નિમિષની ઉંમર માત્ર 29 વર્ષની હતી. જેના અકાળે થયેલા અવસાનના કારણે બૉલીવુડ જગતમાં શોકનું વાતવરણ છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ગોવામાં ચાલી રહેલા 50માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક દયનિય ઘટનામાં નિમિષનું મૃત્યુ થયું છે. પોતાના કામકાજથી જ પોતાનું નામ ઊંચું કરવા વાળા નિમિષનું સતત કામ કરવાના કારણે મૃત્યુ થયું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર લોહીનું દબાણ વધવા (હાઈ બ્લડપ્રેશર)ના કારણે તેના મગજ ઉપર ગંભીર અસર પડી અને મગજ કામ કરતુ જ બંધ થઇ ગયું. જેના કારણે મગજની નશો પણ ફાટી ગઈ અને નિમિષ મૃત્યુ પામ્યો.

Image Source

નિમિષે પહેલું મોટું કામ સલમાન ખાનની રેસ-3 માટે સાઉન્ડ એડિટિંગનું મળ્યું હતું. તેની ઓળખ સૌથી ઉર્જાવાન અને મહેનતી ટેક્નિશિયનના રૂપમાં રહી છે. આ સિવાય પણ જલેબી, કેસરી, એક લડકી કો દેખા તો એસા લગા અને મરજાવા જેવી લોકપ્રિય ફિલ્મોમાં પણ સાઉન્ડ એડિટિંગનું કામ કરેલું છે. હાલમાં જ તે ઝી-5 પર પ્રસારિત થનાર વેબ સિરીઝ ભ્રમ માટે રાત દિવસ કામ કરતો જોવા મળ્યો હતો.

નિમિષનાં મૃત્યુ ઉપર કોઈ મોટા દિર્ગદર્શક કે કોઈ મોટા કલાકારે શ્રદ્ધાંજલિ આપી નથી પરંતુ ફિલ્મફેયર પત્રિકાના સંપાદક રહી ચૂકેલા અને કાલજયી ફિલ્મોથી જોડાયેલા લેખક અને નિર્દેશક ખાલિદ મહોમ્મદે ટ્વીટ કરીને ભારતીય સિનેમા સામે લાલ આંખ કરી છે.

તેમને ટ્વીટમાં લખ્યું છે કે “સાઉન્ડ ટેક્નિશિયન નિમિષ પિલાંકર જેમની ઉંમર 29 વર્ષ છે તેનું નિધન થયું છે. બ્રેન હેમરેજ અને બ્લડપ્રેશરના ના કારણે થયું. ટેકનિશ્યન બૉલીવુડ સિનેમાની કરોડરજ્જુ છે. પરંતુ શું કોઈ તેમની ચિંતા કરે છે?”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.