ખબર

હાથ ચૂમીને બિમારને સાજા કરી દેનાર બાબાનું જ કોરોનથી થયું મૃત્યુ, 29 ભકતોને પણ સંક્રમિત

કોરોના વાયરસ અને તેનાથી બચવાના ઉપાયો શોધવા માટે ઘણા લોકો અંધશ્રદ્ધા તરફ પણ વળતા હોય છે, પરંતુ આ અંધશ્રદ્ધાનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે, જે બાબા બીમાર લોકોનો ઈલાજ હાથને ચૂમીને કરવાનો દાવો કરતા હતા તેમનું જ કોરોનાના કારણે મૃત્યુ થયું છે.

Image Source – Demo Image

આ ઘટના છે રતલામના નયાપુરાની. જ્યાં બાબાના મૃત્યુ બાદ તેમના 29 ભક્તોને પણ સંક્ર્મણ લાગ્યું હોવાની ખબર છે અને તમામ ભક્તોને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ બાબા પાસે ઘણા લોકો ઈલાજ માટે આવતા હતા અને તેમને સમગ્ર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ કરી દીધો હતો, અને પોતે જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

Image Source

રતલામના નયાપુરાનો આ બાબા ઝાડફુંક કરતો હતો અને લોકોને તાવીજ આપતો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઈલાજ માટે તેની પાસે આવતા હતા. પ્રસાશન હવે આ બાબાના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યું છે, અત્યાર સુધી જેટલા મામલા સામે આવ્યા છે તે નયાપુરાના જ છે. અને નયાપુરા કોરોનનું હોટસ્પોટ બની ગયું છે.

Image Source

એક બાબાના કારણે કોરોના વાયરસ ફેલાતા તરત જ પ્રસાશન હરકતમાં આવ્યું છે અને શહેરના બીજા બાબાઓને પણ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આવા બીજા પણ ઘણા બાબાને પકડવામાં આવ્યા હતા અને અલગ કરવામાં આવ્યા હતા. તમામને બધી સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેના નમૂના લેવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.