હાર્ટ એટેકે લીધો સ્વામિનારાયણના સાધુનો પણ જીવ, બપોરે જમીને સુઈ ગયા અને પછી ઉઠ્યા જ નહિ…

સ્વામિનારાયણ ના સાધુ બપોરે જમીને સુઈ ગયા પછી ક્યારે ઉઠ્યા જ નહી, ઉંઘમાં જ લીધા અંતિમશ્વાસ- જાણો સમગ્ર મામલો

Death of a monk of Swaminarayan : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.રોજ બરોજ કોઈને કોઈના હાર્ટ એટેકમાં નિધન થવાના ખબર સામે આવતા હોય છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકની ચપેટમાં વધારે આવતા હોય છે. ત્યારે કેટલાક હાર્ટ એટેકની ખબરના કારણે સમગ્ર પંથકમાં પણ ફફડાટ વ્યાપી જતો હોય છે. હાલ એવી જ એક હાર્ટ એટેકની ખબર સામે આવી છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું હાર્ટ એટેકથી નિધન થવાના કારણે સંતોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

સ્વામિનારાયણના સાધુનું મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ મંદીરના સાધુ પરમ પ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત થવાના કારણે સાધુ સંતોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરમ પ્રકાશ સ્વામીની ઉંમર 80 વર્ષની હતી, તેઓ 1985માં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયા હતા. પરમ પ્રકાશ સ્વામી બપોરના સમયે ભોજન લીધા બાદ આરામ માટે ગયા હતા. પરંતુ મોડી સાંજ સુધી તેઓ બહાર ના આવતા તેમના રૂમમાં જઈને તેમને ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

બપોરે જમીને સુઈ ગયા બાદ ઉઠ્યા જ નહિ :

પરંતુ તેઓ ના ઉઠતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેને લઈને મંદિરમાં પણ શોક ફેલાઈ ગયો હતો. આ ઉપરાંત પણ રાજ્યમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ફક્ત સુરેન્દ્રનગરમાં જ છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવતા જ પંથકમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

(પ્રતીકાત્મક તસવીર)

24 કલાકમાં જ 3 લોકોના મોત :

જેમાં સુરેન્દ્રનગરના જ ડેરવાળા ગામના આધેડ નીરૂભા રાણાનું છાતીમાં દુખાવો થતા તેમનું મોત થયુ હતુ ત્યારે અન્ય એક મામલામાં લીલાપુરની એક મહિલાનું પણ મોત થયુ હતુ. ત્યારે આ ઘટનાઓને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત પણ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની અલગ અલગ ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે.

Niraj Patel