છેલ્લા કેટલાક સમયથી ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાની ઘટના સામે આવી રહી છે. ક્યારેક વંદો તો ક્યારેક મરેલો દેડકો નીકળવાની ઘટનાઓ સામે આવી છે. આ સાંભળીને ચીતરી ચડશે પણ મૃત દેડકા બાદ સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે.
જો તમે પણ વેફર્સના પેકેટ ખાવાના શોખીન હોય ચેતી જજો નહીં તો તમને ભારે પડી શકે છે. બીમાર કરતી વેફરના પડીકામાંથી મરેલો ઉંદર નીકળતા અનેક સવાલ ઉભા થયા છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલી હદે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. વીડિયો વાયરલ થયા બાદ ફૂડ વિભાગ મોટી કાર્યવાહી કરશે કે કેમ ? તે સૌથી મોટો સવાલ છે
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જામનગર બાલાજી વેફર્સમાંથી ફ્રાય થયેલો દેડકો મળી આવ્યો હતો. રણજિત સાગર રોડ પર આવેલા પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહકે બાલાજીની વેફર ખરીદી હતી.
બાલાજી ના પેકેટમાંથી ફ્રાઇ થયેલો દેડકો મળી આવતા તેણે દુકાનના માલિકનું ધ્યાન દોર્યું હતું. જો કે દુકાન માલિકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. જેથી ગ્રાહક દ્વારા બાલાજી વેફર્સના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે તેમને કોઇ સંતોષજનક જવાબ નહીં મળતા તેમણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. જેના પગલે પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફૂડ શાખા દ્વારા બાલાજી વેફર્સના પેકેટને સીલ કર્યું હતું.