આઈસ્ક્રીમમાં આંગળી અને કાનખજૂરા બાદ હવે વેફરમાંથી નીકળ્યું દેડકું, આવા આરોપથી મચી ગયો હડકંપ, જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો- 56 ની છાતી હોય તો જ કોમેન્ટમાં વીડિયો જોજો

છેલ્લા ઘણા સમથી સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વીડિયો સામે આવતા હોય છે જે આપણા હોશ ઉડાવી દેતા હોય છે અને તેમાં પણ ખાણીપીણીની વસ્તુઓમાં કીડા કે કઈ એવું નીકળવાની ઘટનાઓ લોકોને બહારની ખાણીપીણી ખાતા મુશ્કેલીઓ ઉભી કરી દે છે. થોડા દિવસો પહેલા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમમાં માનવ આંગળી મળી આવી. આ સમાચારે લોકોને ચોંકાવી દીધા.આ ઉપરાંત આઇસ્કીમમાં કાનખજુરો નીકળવાની ઘટના પણ સામે આવી હતી, ત્યારે હવે એક નવો મામલો સામે આવ્યો છે જામનગરથી.

બુધવારે જાસ્મીન પટેલ નામની મહિલાએ ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરી હતી કે એક જાણીતી કંપનીના વેફર્સ દ્વારા ઉત્પાદિત ક્રન્ચેક્સના પેકેટમાંથી મૃત દેડકા મળી આવ્યા હતા. જામનગર પુષ્કર ધામ સોસાયટીના રહેવાસીએ દાવો કર્યો હતો કે તેની ચાર વર્ષની ભત્રીજીએ મંગળવારે સાંજે નજીકની દુકાનમાંથી વેફર્સ ખરીદી હતી. તેની ભત્રીજી અને તેની નવ મહિનાની દીકરીએએ પેકેટમાંથી કેટલીક વેફર ખાધી હતી. ત્યારે ભત્રીજીએ પેકેટમાં કંઈક અજુગતું જોયું.

ગભરાઈને તેણે પેકેટ ફેંક્યું અને દોડી આવી. મહિલાએ જણાવ્યું કે જ્યારે તેણે મને કહ્યું તો મને પહેલા તો વિશ્વાસ ન થયો, આરોપ છે કે જ્યારે મેં જાતે પેકેટમાં મરેલા દેડકાને જોયો તો હું ચોંકી ગઈ. મહિલાએ કહ્યું કે તેણે કંપનીની ડિલિવરી અને ગ્રાહક સેવાને ફરિયાદ કરી, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. ત્યારબાદ મેં બુધવારે સવારે ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરી.

જામનગરના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી.પરમારે જણાવ્યું હતું કે પેકેટમાંથી મૃત દેડકા મળી આવતાં ફરિયાદ કરવામાં આવી છે. અમે તે દુકાન પર ગયા જ્યાંથી તેણે ગઈ કાલે ખરીદી કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેકેટમાં વાસ્તવમાં દેડકા હતા, તે પણ સડેલી હાલતમાં. મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે બટાકાની વેફરના પેકેટમાં કથિત રીતે મૃત દેડકા મળી આવ્યા બાદ તપાસનો આદેશ આપ્યો હતો. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસના ભાગરૂપે વેફર પેકેટના ઉત્પાદન બેચના નમૂના લેવામાં આવશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel