ખબર

પરિસ્થિતિ તો જુઓ સાહેબ, રોડ ઉપર મેરેલાં કૂતરાનું માસ ખાવા મજબુર થયો આ માણસ, વિડીયો જોઈને તમે પણ હચમચી ઉઠશો

કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયાભરમાં લોકોને જીવવું મુશ્કેલ થઇ જાય છે. ઘણા લોકો ભૂખથી રિબાતા પણ જોવા મળે છે, તેમની પાસેથી રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે ત્યારે તેમને બે સમયનું નહિ પરંતુ એક કોળિયો ખાવાની પણ તકલીફ થઇ રહી છે, તેના વિશેના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં આપણે વાયરલ થતા જોઈએ છીએ, પણ હમણાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમારું હૈયું કંપી ઉઠશે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ રોડ ઉપર આકસ્માતમાં મૃત્યુ પામેલા કૂતરાંનું માસ ખાઈ રહ્યો છે. ત્યારે એ સમયે જ એક વ્યક્તિ પોતાની કાર લઈને ત્યાં આવે છે અને તેને એ ખાતે રોકે છે, સાથે તેના માટે જમવાની પણ વ્યવસ્થા કરે છે.

આ વિડીયો છે દિલ્હી-જયપુર હાઇવેનો, જ્યાં રાજસ્થાનના શાહપુરમાં એક મજુર રોડ ઉપર આ રીતે કૂતરાનું માસ્સ ખાઈ ને પોતાની ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે જ ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ તેની મદદ કરવા માટે આગળ આવે છે, અને તે ખરાબ માંસ ખાતો તેને અટકાવે છે, તેના માટે ખાવાની અને પાણીની પણ લઇ આવે છે.

પરંતુ મનમાં પ્રશ્ન એ થાય કે આ મદદ કરનાર વ્યક્તિએ આ મજુરની મદદ એકવાર કરી પરંતુ બીજા દિવસે તેને ફરી ભૂખ લાગશે, તો શું એ ફરી આવી જ રીતે રોડ ઉપર પડેલું માંસ ખાઈને પોતાની ભૂખ સંતોષશે ? આપણે ત્યાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા, કરોડો લોકોની ભૂખને સંતોષવાના દાવાઓ પણ થયા, પરંતુ શું ખરેખર જે લોકોને સાચી મદદની જરૂર હતી એ લોકો સુધી મદદ પહોંચી શકી છે ખરી?

Image Source

આ પ્રકારના ઘણા પ્રશ્નો મનની અંદર જાગવા લાગે, પરંતુ તેનો જવાબ દૂર દૂર શોધી શોધ્યો પણ નથી જડતો, આ વ્યક્તિનો વિડીયો વાયરલ થતા જ પ્રસાશન તેને શોધવામાં લાગી ગયું છે, પરંતુ આવા કેટલાય લોકો હશે જેના સુધી મદદ નહીં પહોંચી શકી હોય કે ના તેમનો કોઈ વિડીયો વાયરલ થઇ શક્યો હશે, અને ભૂખના કારણે જ તે રિબાઈ રિબાઈને મરી પણ રહ્યા હશે !!!

Author: GujjuRocks Team