ખબર ખેલ જગત

ખેલાડીઓને મેદાનમાંથી પાછા બોલાવવા ઉપર હવે ખરાબ રીતે ફસાયો રિષભ પંત અને શાર્દુલ ઠાકુર, મળી આ સજા, જુઓ વીડિયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 15 રનથી હરાવ્યું. આ સિઝનમાં રાજસ્થાનની ટીમે તેની 5મી જીત નોંધાવી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર કબજો જમાવી લીધો છે. રોમાંચક હોવા ઉપરાંત આ મેચ ખૂબ જ વિવાદાસ્પદ પણ રહી હતી.

મેચમાં દિલ્હીની ટીમને છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. ઓબેડ મેકકોયના પ્રથમ ત્રણ બોલમાં રેવમન પોવેલે ત્રણ સિક્સર ફટકારી હતી, પરંતુ ત્રીજો બોલ ‘નો-બોલ’ આપવામાં આવ્યો ન હતો ત્યારે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત ગુસ્સે થઈ ગયો હતો અને તેણે પોતાના ખેલાડીઓને મેદાનની બહાર બોલાવવાનું શરૂ કર્યું હતું. આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરે ઈશારાથી ‘નો-બોલ’ ચેક કરવાનું કહી રહ્યા હતા, જેના કારણે થોડીવાર માટે મેચ રોકી દેવામાં આવી હતી.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પણ આ નો-બોલ વિવાદ પર વાત કરી હતી અને રિષભ પંત પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તે ફુલ ટોસ બોલ હતો જેને અમ્પાયરે સામાન્ય બોલ આપ્યો અને તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. તે નો-બોલ ન હતો. આના જવાબમાં સેમસને કહ્યું, ‘તે સિક્સર હતી, તે ફુલ ટોસ બોલ હતો. અમ્પાયરે તેને સામાન્ય બોલ ગણાવ્યો, પરંતુ બેટ્સમેનો તેને ‘નો-બોલ’ હોવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ અમ્પાયરે પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો હતો અને તે તેના પર અડગ રહ્યા હતા.

રિષભ પંતે નો બોલના વિવાદ પર પોતાના ખેલાડીઓને પાછા બોલાવ્યા હતા. જે બાદ મેદાન પર મોટો વિવાદ સર્જાયો હતો. પરંતુ હવે પંતને મોટી સજા આપવામાં આવી છે. પંતની IPL કમિટીએ મેચ ફીના 100% દંડ ફટકાર્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુર ડગઆઉટમાંથી સપોર્ટ કરી રહ્યો હતો તેના પર મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ ડગ આઉટથી મેચ રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જોસ બટલરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. IPL 2022ની સીઝનમાં બટલરની ત્રીજી સદી હતી. આ અંગે તેણે કહ્યું, ‘તે ખરેખર ખાસ હતું. મેં તેનો આનંદ લીધો. મને આ વાનખેડે સ્ટેડિયમ ગમે છે. જ્યાં મેં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પહેલી આઈપીએલ રમી હતી. હું મારા જીવનના શ્રેષ્ઠ સ્વરૂપનો આનંદ માણી રહ્યો છું અને તેને ચાલુ રાખવા માંગુ છું.

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 2 વિકેટે 222 રન બનાવ્યા હતા. ઓપનર જોસ બટલરે 65 બોલમાં 116 રન બનાવ્યા હતા. જ્યારે દેવદત્ત પડિકલે 35 બોલમાં 54 અને કેપ્ટન સંજુ સેમસને 19 બોલમાં 46 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 8 વિકેટે 207 રન જ બનાવી શકી અને 15 રનથી મેચ હારી ગઈ. કેપ્ટન પંતે 24 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે લલિત યાદવે 24 બોલમાં 37 રન અને રોવમેને 15 બોલમાં 36 રન બનાવ્યા હતા.