ડાયરાનો રંગ જામ્યો હતો અને બન્યું એવું કે લોકો કરવા લાગ્યા છુટ્ટા હાથે મારા મારી, વાયરલ થયો વીડિયો

આપણા દેશમાં અને ખાસ ગુજરાતની અંદર ડાયરાના શોખીન ઘણા લોકો છે. ખ્યાતનામ કલાકારોના ડાયરાની અંદર લોકો લાખો રૂપિયા પણ ઉડાવતા જોવા મળે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ ડાયરામાં પૈસા ઉડાવતા પહેલા વિચાર કરવા લાગી જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક હોલની અંદર ડાયરો ચાલી રહ્યો છે. કલાકારો પોતાના શબ્દોના તાલે લોકોને ઉત્સાહિત કરી રહ્યા છે. લોકો આ કલાકારોના ડાયરામાં પૈસા પણ ઉડાવી રહ્યા છે. ત્યારે બે લોકો કલાકારની સામે નોટોનો વરસાદ કરતા જોવા મળે છે અને એક વ્યક્તિ નીચે પડેલી નોટને વીણતો પણ જોવા મળે છે.

આ દરમિયાન જ એક વ્યક્તિ પાસે ઉડાવવા માટેની નોટ ખતમ થઇ જાય છે અને બીજો વ્યક્તિ નોટ ઉડાવવાનું ચાલુ જ રાખે છે, ત્યારે સામેના વ્યક્તિને લાગી આવતા તે નોટ ઉડાવી રહેલા વ્યક્તિને મારવા માટે તૂટી પડે છે અને બન્ને વચ્ચે મારામારી પણ થઇ જાય છે, આ દરમિયાન કલાકારો ડાયરો પણ બંધ કરી દે છે. એવું વાયરલ વીડિયોને જોતા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયાની અંદર હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને ઘણા લોકો લાઈક કરી રહ્યા છે સાથે જ ઘણા લોકો તેમાં અલગ અલગ કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોનારાઓને ખુબ પસંદ પણ આવ્યો છે સાથે જ લોકો એમ પણ કહી રહ્યા છે કે “ડાયરામાં સામે વાળા કરતા વધુ પૈસા ઉડાવતા પહેલા ધ્યાન રાખજો !”

Niraj Patel