મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દયાભાભી કરશે સલમાનના શોમાં એન્ટ્રી? અધધ…રકમની થઇ શકે છે ઓફર

હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચર્ચામાં રહ્યો છે. આ શોમાં એક બાદ એક કલાકારો આ શોને છોડીને જતા રહ્યા છે. દયા ભાભી એટલે કે દિશા વાંકાણી પણ મેટરનિટી લિવ બાદ પાછી ફરી નથી. તેનો વિકલ્પ હજુ સુધી મળ્યો નથી. તો શૉમાં અંજલી ભાભી તરીકે નેહા મહેતાએ પણ શોને અલવિદા કહી દીધું છે. પરંતુ આ વચ્ચે દયાભાભીને લઈને  એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા હવે સલમાન ખાનના શો બિગબોસ-14માં જોવા મળશે. બિગબોસ નિર્માતાએ આ માટે અધધ રકમની ઓફર કરી છે. હવે દિશાએ આ નિર્ણય લેવાનો છે. નોંધનીય છે કે,બિગબોસની સંપૂર્ણ તૈયારી કરી ચુકી છે. આવતા મહીંને આ શો ચાલુ થશે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

બિગબોસના મેકર્સે તેની આગામી સીઝન માટે કલાકારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા ટીવી કલાકારોનો સંપર્ક કર્યો છે તેમાં દયા બેનનું નામ આગળ છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

જણાવી દઈએ કે, દિશાઆ 2017માં દીકરીને  જન્મ આપ્યા બાદ શોમાં પરત ફર્યા નથી.