ફિલ્મી દુનિયા

દર્શકોની આતુરતાનો આવશે અંત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટ્વીસ્ટ સાથે થશે આ પાત્રની ધમાકેદાર એન્ટ્રી

સામાન્ય રીતે ટીવી પર ઘણા કોમેડી શો આપણે ટીવી પર જોતા હોય છે. પરંતુ દર્શકોના દિલમાં રાજ કરી રહ્યો છે તે શો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ જ કારણે આ શો છેલ્લા 12 વર્ષ ચાલી રહ્યો છે.
Tarak મહેતા કે ઉલ્ટા ચશ્મા ટીઆરપી મામલે પણ ક્યારે પાછળ પડ્યું નથી. હાલ લોકડાઉનને કારણે આ શોનું શૂટિંગ અટકી ગયું હતું અનલોક થયા બાદ સરકારની ગાઈડલાઇન મુજબ ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ શોના દયા ભાભી એટલે કે દિશા વાંકાણીની ધમાકેદાર Twist સાથે એન્ટ્રી કરવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા વાંકાણી પરત ફરવાની સાથે આ શોમાં એક ખાસ સેલિબ્રેશન કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા વાંકાણીની એન્ટ્રી થશે આ સાથે જ આ શોના 12 વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી કરવામાં આવશે. જણાવી દઈએ કે, દિશા વાંકાણીએ 2017માં મેટરનિટી લિવ પર ગઈ હતી. તે બાદ આજ દિવસ સુધી પાછી ફરી નથી. દિશાને પરત ફરવાને લઈને ઘણીં મુશ્કેલી આવી હતી જેમ કે, પેમેન્ટ વધારવાની માંગ તો કયારેક મેકર્સની નારાજગી. તો એક સમયે એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે, દયા ભાભીના પાત્રમાં બીજા કોઈને દયાનું પાત્ર નિભાવી શકે એવું ના હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવેશ. દર્શક એ જાણવા માટે ઉત્સાહિત છે કે મેકર્સ દિશાની એન્ટ્રીની સાથે તેમના માટે શું નવું લઈ આવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.