મનોરંજન

‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’માં પરત ફરી રહી છે દયાબેન? જેઠાલાલ અને દયાબેને કર્યો ઈશારો- જાણો વિગત

સબ ટીવી પર રાતે પ્રસારિત થતો કોમેડી શો ‘તારક ઉલ્ટા ચશ્મા’એ લોકોના દિલમાં ઘણા સમયથી જગ્યા બનાવી લીધી છે. તો બીજી તરફ છેલ્લા થોડા સમયથી દયાબેન એટલે કે દિશા વાકાણીને દર્શકો મિસ કરી રહ્યા છે. દર્શકો તેની પરત ફરવાને લઈને આશા લઈને બેઠા છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

તારક મહેતાના ઉલ્ટા ચશ્માં ના દયાબેન એટલે કે દિશા વાકાણી 2 વર્ષ બાદ પરત ફરી શકે છે. દિશા વાકાણીએ 2 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર શોના શૂટિંગની જૂની તસ્વીર શેર કરી હતી. આ પોસ્ટથી સંકેત મળ્યો હતો કે, દિશા બહુજ જલ્દી જ શોમાં પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

2 વર્ષ પહેલા મેકર્સ સાથે વિવાદ થતા દિશાએ આ શો છોડી દીધો હતો. ત્યારબાદ તેણીએ લગ્ન કરી લીધા હતા. ત્યારથી દિશાની જગ્યાએ કોઈ એક્ટ્રેસ આવી ના હતી.

 

View this post on Instagram

 

Repost @dilipjoshiofficial

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

હાલમાં લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ ગણેશોત્સવના રંગારંગ કાર્યક્રમમાં દયાને મિસ કરી રહ્યા હતા. જેઠાલાલે હિન્ટ આપી હતી કે, દયાની જલ્દી જ શો માં પરત ફરશે. શો માં જેઠલાલ એક કાર્યક્રમ અંતર્ગત ‘યાદ આ રહી હૈ’ના ગીત પર પરફોર્મ કરતા હતા. તેથી તે દયાને મિસ કરતા હતા. શોમાં આ પહેલા પણ આવો માહોલ સર્જાયો હતો, જયારે સોનુની એન્ટ્રી થઇ હતી.

 

View this post on Instagram

 

#tbt

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

જણાવી દઈએ કે, દિશા વાકાણીએ 2015માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. 2017માં તે માં બની હતી. ત્યારબાદથી તે શોમાં પરત ફરી ના હતી. આ વચ્ચે ઘણી વાર એવી ખબર આવી હતી કે, તે જલ્દી જ શોમાં પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

તો ઘણા લોકોએ દિશાને જ દયા તરીકે લેવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ હજુ સુધી મેકર્સ તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું કે દયાબેન ની જગ્યાએ દિશા જ પરત ફરી રહી છે કે, અન્ય કોઈ એક્ટ્રેસની તલાશમાં છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.