જલ્દી જ “તારક મહેતા”માં થશે બધાના વ્હાલા દયાભાભીની એન્ટ્રી? પ્રોડ્યુસર અસિત મોદીએ કહી મોટી વાત

શોમાં ફરી જોવા મળશે જેઠાલાલ અને દયાબેનની નોક જોક? પ્રોડ્યુસર અસિત મોદીએ આપી જાણકારી…

લાંબા સમયથી ચાલી રહેલ ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના ચાહકો માટે મોટી ખુશખબરી છે. જ્યાં એકબાજુ શોના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાના શો છોડવાની ખબર સામે આવી રહી છે, ત્યાં હવે વધુ એક ખબર પણ આવી રહી છે કે શોમાં હવે દયાબેનની વાપસી જલ્દી જ થઇ શકે છે અને આ મોહર પર પોતે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ મોહર લગાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. શોમાં જલ્દી જ દર્શકો જેની રાહ જોઇ રહ્યા હતા એવા વ્હાલા દયાભાભીની એન્ટ્રી થઇ રહી છે. આ વાતનો ખુલાસો શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા અસિત મોદીએ જણાવ્યુ કે, અમે હજી સુધી દયાબેનના પાત્રે ખત્મ કર્યુ નથી. અમે છેલ્લા કેટલાક સમયથી ખરાબ દોરથી ગુજરી રહ્યા છીએ. 2020-21નો સમય અમારા માટે ઘણો ખરાબ હતો. હવે સમય સાથે વસ્તુઓ બદલાઇ રહી છે.

અસિત મોદીએ દયાબેનની વાપસી પર ખુલાસો કરતા કહ્યુ કે, અમે ઉમ્મીદ કરી રહ્યા છીએ કે વર્ષ 2022માં દયાબેનની વાપસી થવાની છે. એકવાર ફરીથી દયાબેન અને જેઠાલાલ મળીને લોકોનું મનોરંજન કરશે. મને એ વાત નથી ખબર કે દિશા વાકાણી શોમાં વાપસી કરશે કે નહિ પરંતુ અમારો હજી પણ દિશા વાકાણી સાથે સંબંધ સારો છે. અસિત મોદીએ આગળ વાત કરતા કહ્યુ કે, દિશા વાકાણી અમારા પરિવારનો ભાગ છે પરંતુ હવે તે લગ્ન કરી ચૂકી છે અને તેમને એક બાળક પણ છે. તે તેમના બાળકને સંભાળવામાં વ્યસ્ત થઇ ગઇ છે.

તેમની પોતાની પણ કેટલીક જવાબદારીઓ છે. અમે હજી પણ દિશા વાકાણીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે ચાહકો દયાબેનને ઘણા મિસ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2017માં દિશા વાકાણીએ મેટરનીટી લીવ લીધી હતી અને તે બાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ તે બાદથી તેણે શોમાં વાપસી કરી નથી. ચાહકો હજી પણ અભિનેત્રીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Shah Jina