આખરે આવી જ ગઇ દયાભાભીની એન્ટ્રીની ઘડી… સુંદરલાલ દયાભાભી સાથે આવી ગયો ગોકુલધામ- જુઓ વીડિયો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં એ ઘડી આવી ગઈ છે જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શોમાં દયાબેનની વાપસીને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા અને હવે જાણે એ ઘડી આવી ગઈ છે. સુંદરલાલ દયાબેનને લઈને સોસાયટીમાં પહોંચી ગયો છે અને સમગ્ર ગોકુલધામવાસીઓ આ ખુશીમાં આનંદિત થઈ રહ્યા છે, પરંતુ જેઠાલાલની ખુશીનું તો કોઇ ઠેકાણુ જ નથી. દયાબેનની એન્ટ્રી ગોકુલધામમાં થઈ ગઈ છે.

સુંદરલાલ દયાબેન સાથે અમદાવાદથી મુંબઈ આવી ગયો છે. દયા કારમાં બેઠી છે અને સુંદરલાલ બધાને આ ખુશખબર આપી રહ્યો છે. ત્યાં જેઠાલાલ તો સંપૂર્ણપણે અધીરા છે કે તે દયાબેનને વહેલી તકે મળવા માંગે છે. ગોકુલધામના રહેવાસીઓ પણ આરતીની થાળી સાથે સંપૂર્ણ રીતે દયાબેનનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર છે. પણ આ શું છે…. સુંદરલાલ તેમને રોકી રહ્યો છે ? આખરે મામલો શું છે ? શું આ સુંદરલાલની કોઈ ચાલ છે? ક્યાંક દર વખતની જેમ આ વખતે પણ સુંદરલાલ કંઈક ખોટું તો નથી કરી રહ્યો ને ?

અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લા એપિસોડમાં સુંદરલાલ પોતે કહેતો હતો કે તે દયાબેનને મુંબઈ લઈ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં સુંદરલાલ કોઈ મોટી ગરબડ કરી શકે તેવી શક્યતા છે. કારમાં દયાબેનની જગ્યાએ બીજું કોઈ પણ હોઈ શકે જેને સુંદરલાલ દયાબેન તરીકે લઈ આવ્યો હોય. તાજેતરમાં જ્યારે સમાચાર આવ્યા કે શોમાં દયાબેનનું પાત્ર ફરીથી જોવા મળવાનું છે, ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા પરંતુ ટૂંક સમયમાં તેમની આશા તૂટી ગઈ હતી.

કારણ કે તાજેતરમાં જ દિશા વાકાણીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને હાલ તેના પરત આવવાની કોઈ આશા નથી. આ ઉપરાંત આસિત મોદીએ પણ કહ્યુ હતુ કે દયાબેન જલ્દી જ આવશે. દિશા વાકાણી દયાબેનના પાત્રમાં શોમાં જોવા મળશે નહિ. હાલ દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે.

Shah Jina