મનોરંજન

ખુશખબરી: આ દિગ્ગજ કલાકારની થઈ રહી છે ધમાકેદાર વાપસી, નામ જાણીને ખુશી થશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. એકવાર ફરી શોમાં જોવા મળશે દયાબેન.. દયાબેનની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તે જલ્દી જ શોમાં પાછા જોવા મળી શકે છે.

Image Source

ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો છેલ્લા 12 વર્ષથી મનોરંજન કરે છે. આ શોમાં જે વધારે પસંદ કરનાર પાત્ર છે તે છે જેઠાલાલ અને દયાબેન.. દયાબેન છેલ્લા ઘણા સમયથી શોમાં નથી અને હવે ખબર છે કે તેઓ શોમાં પાછી આવી રહ્યા છે.

Image Source

ફેન્સ દયાબેનની વાપસીની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દયાબેનના ભાઇ એટલે કે સુંદરલાલે દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યું છે. રીપોર્ટ અનુસાર, સુંદરલાલે દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યુ છે અને ફેન્સ દયાબેનને ફરીથી શોમાં જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે.

Image Source

જેઠાલાલને સુંદર જણાવે છે કે, તેણે નવો રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. આ સાથે જ જેઠાલાલને દયાબેનનો પત્ર આપે છે. જેમાં તેમની વાપસીને લઇને વાત લખી છે. તમને જણાવી દઇએ કે, ઘર ઘરમાં જાણીતી બનેલી ગરબા ક્વિન એટલે દયાબેન જલ્દી જ શોમાં પરત ફરવાના છે. લોકો દયાબેનના ડાયલોગ અને તેમની કોમેડી ખૂબ જ મિસ કરી રહ્યા છે. આ વચ્ચે સુંદર લાલે જે ખબર સંભળાવી છે તેનાથી તો ફેન્સ હવે ખૂબ જ ખુશ છે અને આતુરતાથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે.

Image Source

દયાબેનની પાછા આવવાની ખબરથી જેઠાલાલ ખૂબ ઇમોશનલ થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે, શોમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. તમને જણાવી દઇએ કે, દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણીના અનોખા અંદાજે લોકોનું દિલ જીતી લીધુ છે. દિશાને આ પાત્રથી ઘણી લોકપ્રિ.તા મળી છે. પરંતુ તે માતા બન્યા બાદથી આ શોમાં પાછી આવી નથી.