દયાભાભીને લઈને આવ્યો નવો વણાંક, 3500 પુરા તો હવે ગૂંજશે હે માં માતાજી? આવી એક મોટી અપડેટ
છેલ્લા 14 વર્ષથી દર્શકોના ચહેરા પર હાસ્ય લાવનાર ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં કલાકારોને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી કલાકારોના સતત શો છોડવાના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે ચાહકો ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે. જ્યારે દયાબેન ઉર્ફે દિશા વાકાણી, જેને આ શોની લાઈફ કહેવામાં આવે છે, તેણે આ શોને પહેલેથી જ અલવિદા કહી દીધું છે. આ ઉપરાંત કેટલાક દિવસ પહેલા શોનુ મહત્વનુ પાત્ર તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો છે.
આ ઉપરાંત ટપુ અટલે કે રાજ અનડકટે પણ શો છોડી દીધો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સમાચારોએ શોના લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા છે. પરંતુ હવે એક અહેવાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દયાબેનના પાત્ર માટે કાસ્ટિંગ અટકી ગયું છે, જે શોના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ દયાબેનના પાત્રની સાથે તારક મહેતાના પાત્ર માટે કાસ્ટ કરવાનું બંધ કરી દીધું છે.
આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીવી શોમાં કેટલાક એક્ટર્સનો ટ્રેક અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યો હતો, ત્યારપછી તેમનો ટ્રેક ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કલાકારોને પણ ખબર નથી કે મેકર્સે આવું કેમ કર્યું. આટલું જ નહીં રિપોર્ટ અનુસાર, મેકર્સનું માનવું છે કે દર્શકો હજુ પણ દિશા વાકાણી અને શૈલેષ લોઢાને શોમાં દયાબેન અને તારક મહેતાના રોલમાં જોવા માંગે છે. આ કારણોસર તેને આશા છે કે દિશા વાકાણી અને શૈલેષ લોઢા ટૂંક સમયમાં શોમાં પાછા આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિશાએ શો છોડ્યા પછી કેટલાક લોકો નવી દયાબેનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ એવું કંઈ જ થતું હોય તેવું લાગી રહ્યુ નથી. શોના નિર્માતા અસિત મોદીએ પોતે કહ્યું હતું કે હવે નવી દયાબેનની શોધ થશે. આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ હતુ કે, દયાબેનના પાત્ર માટે ઓડિશન પણ ચાલુ છે. આ બધા વચ્ચે ટીવી અભિનેત્રી રાખી વિઝનના દયાબેન બનવાની અટકળો પણ સામે આવી હતી. જો કે, રાખીએ પોતે આ વાતને નકારી કાઢી હતી.
જણાવી દઈએ કે હાલમાં શોમાં નવા નટુકાકાની એન્ટ્રી થઈ છે. કિરણ ભટ્ટ નવા નટુકાકાનો રોલ કરવા જઈ રહ્યા છે. જૂના નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે કેન્સરને કારણે અવસાન થયું હતું. જે બાદથી શોમાં નટુકાકાનું પાત્ર બતાવવામાં આવ્યુ ન હતુ. કિરણ ભટ્ટ ગુજરાતના પ્રખ્યાત અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક છે, જેઓ લાંબા સમય પછી ટીવી પર પાછા ફર્યા છે.