ખેલ જગત

BIG NEWS : ક્રિકેટર હાર્દિક પંડ્યા, મુનાફ પટેલ અને એક મોટા નેતા પર લાગ્યો બળાત્કારનો આરોપ

દાઉદ ઈબ્રાહિમ કથિત સાથી ગુનેગાર રિયાઝ ભાટીની પત્નીએ તેના પતિ અને દેશના ઘણા હાઈપ્રોફાઈલ લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેણે 24 સપ્ટેમ્બરે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે હજુ સુધી તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધી નથી.

આ મહિલાએ જે લોકો પર આરોપ લગાવ્યો છે તેમા ક્રિકેટર મુનાફ પટેલ અને હાર્દિક પંડ્યા, કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા અને પૃથ્વીરાજ કોઠારીનો સમાવેશ થાય છે. મહિલાએ પોતાની ફરિયાદમાં ચારેયના નામની સાથે એવી કોઈ ચોક્કસ જગ્યા કે તારીખનો ઉલ્લેખ કર્યો નથી કે જ્યાં તેની સાથે બળાત્કાર થયો હતો.

મહિલાએ પોલીસ પર લગાવ્યા આરોપ : તો બીજી તરફ રિયાઝની પત્નીએ હાર્દિક પંડ્યા અને મુનાફ પટેલને ક્રિકેટર તરીકે ઓળખાવ્યા છે, જ્યારે રાજીવ શુક્લાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમની અરજીમાં તેમણે કોઠારી વિશે કોઈ વિગતો આપી નથી. તેમણે એક મીડિયા સંસ્થાને જણાવ્યું કે તે બુલિયન વેપારી છે.

તેણીએ કહ્યું કે હું પોલીસમાં FIR નોંધવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ તેઓ મારી ફરિયાદના આધારે FIR નોંધી રહ્યા નથી. મેં સપ્ટેમ્બરમાં અરજી કરી હતી, પરંતુ હવે નવેમ્બર આવી ગયો, છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મેં આ અંગે પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો પણ મને બદલામાં થોડાક રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હું શા માટે ભ્રષ્ટાચાર ફેલાવું? હું મારી જગ્યાએ સાચી છું. ગુનેગારો એ લોકો છે. તો બીજી તરફ મુંબઈ પોલીસે પણ સ્વીકાર્યું છે કે એક અરજી મળી છે, પરંતુ જણાવ્યું હતું કે તેમની પાસે હાલ કોઈ વધુ વિગતો નથી.

રિયાઝ ભાટી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે : તમને જણાવી દઈએ કે, રિયાઝ ભાટી પર કથિત ખંડણી, છેતરપિંડી અને જમીન પચાવી પાડવાના અનેક કેસ નોંધાયેલા છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા પરમબીર સિંહ વિરુદ્ધ ખંડણીની FIR માં તેમનું નામ પણ નોંધાયેલું છે. ભાટી પર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજેના કહેવા પર બાર અને રેસ્ટોરન્ટના માલિકો પાસેથી ખંડણી વસૂલવાનો પણ આરોપ છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે રિયાઝ ભાટીને મુંબઈ એરપોર્ટ પર બે પાસપોર્ટ સાથે પકડવામાં આવ્યો હતો અને થોડા દિવસો પછી પૂર્વ મુખ્યમંત્રીના કહેવા પર તેને છોડી દેવામાં આવ્યો હતો.