બૉલીવુડ એક્ટર અક્ષયકુમારની ફિલ્મ દેશી બોયઝના કામ કરી ચુકેલી બ્રાઝીલીયન એક્ટ્રેસ અને મોડેલ બ્રુના અબ્દુલ્લાહ પહેલી વાર મા બનવા જઈ રહી છે. બ્રુનાએતેની પ્રેગ્નેન્સીને લઈને ખાસ પ્લાનિંગ કર્યું છે. તેના આ પ્લાનિંગની ચર્ચા થઇ રહી છે.
જણાવી દઈએ કે બ્રુનાએ લગ્ન પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે ફેમિલી પ્લાનિંગનું કદમ ઉઠાવ્યું છે. બ્રુનાની પ્રેગ્નેન્સીને છ મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. ત્યારે બ્રુનાએ તેના બેબીની ડીલેવરની લઈને તેને ખુદને પણ તૈયાર કરી લીધી છે. બ્રુનાએ ફેંસલો કર્યો છે કે, તે સિઝેરિયનથી નહિ પરંતુ નોર્મલ ડીલેવરથી બાળકને જન્મ આપશે.
બ્રુનાએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મા બનવાનું ક્યારેય પણ વિચાર્યું ના હતું. પરંતુ હવે હું મા બનવા જઈ રહી છું.
બ્રુનાએ વધુમાં જણાવ્યું હતું કે,તેણીએ પહેલી જ ડીલેવરી પ્લાન કરી લીધી છે. તે તેના બાળકને પાણીમાં જન્મ દેશે. તેણીએ ડીલેવરની લઈને જણાવ્યું હતું કે, મને પાણી સાથે બહુજ પ્રેમ છે. અને પાણીમાં હું રિલેક્સ મહેસુસ કરી બાળકનો ઇન્તજાર કરવા માંગુ છું.
બ્રુનાએ વધુમાં જણાવ્યું હતું કે,હું બાળકની કુદરતી ડિલેવરી કરાવવા માંગુ છું. જેમાં કોઈ દવા અને ઓપરેશનનો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય. પાણીમાં રહીને બાળકને જન્મ આપવાથી દર્દ ઓછું થાય છે. અને પાણીના ઉછાળાથી પ્રસવ પીડાથી રાહત મળે છે. એવું સાબિત થયું છે.
બ્રુના તેના પાર્ટનરથી તારીફ કરતા જણાવે છે કે અમે બન્ને એકબીજાને કોમ્પ્લિકેટ કર્યે છે. એકબીજાની જિંદગીમાં બન્ને એકબીજાને સમજીએ છીએ. મારુ માનવું છે કે. કોઈ પણ રિલેશનમાં આ બહુજ જરૂરી છે.
જણાવી દઈએ કે, બ્રુના અને તેના બોય ફ્રેન્ડે જુલાઈ 2018માં સગાઈ કરી હતી. લગ્ન પહેલા બાળકના જન્મને લઈને બ્રુના ઘણી ખુશ દેખાઈ છે. બ્રુના આજકાલ તેની પ્રેગ્નેન્સી અને બેબી બમ્પ એન્જોય કરી રહી છે. સાથે જ તેની તબિયતને લઈને પણ સિરિયસ છે.
View this post on Instagram
Mimosa for breakfast?!! #Niyama #play #chill #happywithoutwords 🙌🏼❤️ @visitmaldives
વોટર બર્થ એકડિલિવરીની એક ટેક્નિક છે. જેમાં જન્મ દેવાવાળી મા ને ગરમ પાણીના મોટા ટબમાં રાખવામાં આવેછે. અને તેની આસપાસ ડોક્ટર અને નર્સ સતત તૈનાત હોય છે. પાણીની અંદર જ બાળકનો જન્મ થાય છે.
બ્રુના અને તેના પાર્ટનર એલને બાળકના જન્મ પહેલા જ મહેમાનની તૈયારી કરી દીધી છે. બ્રુના અને તેના પાર્ટનરે તેના બાળકને લઈને એક સ્પેશિયલ નર્સરી ડિઝાઇન કરાવી છે.
બ્રુનાએ વધુમાં જણાવ્યું હતું કે,મને નથી ખબર કે બાળક આવશે ત્યાં સુધીમાં હું બધી તૈયારી કરી શકીશ કે નહિ. તેથી મદદ કરવા માટે મારી મમ્મીને બોલાવી છે. નર્સરીનું કામ ચાલી રહ્યું છે. નર્સરી અત્યારે કે સુપર ક્યૂટ છે.
જણાવી દઈએ કે,બ્રુનાએ ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી, અક્ષય કુમારની ગ્રેન્ડ મસ્તી અને જોન અબ્રહામની દેશી બોયઝનું ફેમસ સોન્ગ સુબહ હોને ના દેમાં જોવા મળી ચુકી છે.
બ્રુનાએ જણાવ્યું હતું કે, પ્રેગ્નેન્ટ હોવાને કારણે તે પરફોર્મ નથી કરી શકતી. જેનું તેને દુઃખ છે. વધુમાં કહ્યું હતું કે, હું મારી પરફોર્મન્સ અને લાઈવ શો અને સ્ટેજ પરફોર્મન્સને યાદ કરું છું.
View this post on Instagram
Post holiday tan!! And since you all asked .. my dress is from @nastygal 😽
પ્રેગ્નેન્સીને લઈને બ્રુના બેબી બમ્પ સાથે જીમમાં ખુબ જ પસીનો વહાવે છે. એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks