વિશ્વમાં કોરોના જેવી મહામારીને કારણે આજે ઘણા બધા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ લોકડાઉન છે. લોકડાઉનને કારણે ઘણા ક્રિકેટર તેના પરિવાર સાથે ઘરમાં રહીને સમય પસાર કરે છે. ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ આ દરમિયાન તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલા રહે છે.
ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે હાલમાં જ તેના દીકરીના કહેવા પર ટિક્ટોક જોઈન કર્યું છે. ડેવિડ વોર્નરે ઘરમાં એની બે પુત્રી સાથે બોલીવૂડ ફિલ્મના ‘શીલા કી જવાની’ ગીત પર ડાન્સ કર્યો હતો. જેનો ટિકટોક વિડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કરતાં તરત જ એ વાયરલ થયો છે
વોર્નર અને તેની પુત્રી બંનેએ કેટરિના કૈફ દ્વારા આ ગીતના સિગ્નેચર સ્ટેપની કોપી કરી છે. વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ભારત સાથે તેનું વિશેષ જોડાણ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ફ્રેન્ચાઇઝી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે પણ તેની કપ્તાની હેઠળ આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
View this post on Instagram
Indi has asked to also do one for you guys! 😂😂 please help me someone!!!!!! #statue
વોર્નરે આ ગીત પર બે વાર ડાન્સ કર્યો હતો. જણાવી દઈએ કે ‘શીલા કી જવાની’ ગીત 2010 માં રિલીઝ થયેલી ફિલ્મ તીસ માર ખાનનું છે. તે બોલિવૂડનું એક લોકપ્રિય ગીત છે અને કેટરિના કૈફએ આ ગીતમાં ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
One of my favourite pics of my family, absolutely beautiful. #family #mygirls @candywarner1
ઓસ્ટ્રેલિયામાં કોરોનાથી 6500થી વધુ લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસથી 65 લોકોના મોત નિપજ્યા છે. લ કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી આઇપીએલ પણ સ્થગિત કરવામાં આવી છે.
ડાબોડી બેટ્સમેન વોર્નરને 2018માં બોલ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં તેની ભૂમિકા બદલ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરાયો હતો. એક વર્ષનો પ્રતિબંધ પૂરો થયા બાદ એ ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો હતો અને જોરદાર ફોર્મ બતાવ્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.