અરબપતિઓની દીકરીઓ પોતાની આલીશાન જીવનશૈલી માટે જાણવામાં આવે છે. તેઓને મોટાભાગે ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર પોતાના ગ્લેમરસ અંદાજમાં જ જોવામાં આવે છે. મોટાભાગે તેઓ ફિલ્મસ્ટાર્સની સાથે કે પોતાના પરિવારની સાથે પાર્ટીઓ કરતી પણ જોવા મળે છે. એવામાં આજે અમે તમને ચાર અરબપતિઓની દીકરીઓ વિશે જણાવીશું જેઓ આજે એક લગ્ઝરીયસ જીવન જીવી રહી છે.
1. અનન્યા બીડલા:
અનન્યા બિડલા ‘કુમાર મંગલમ બિડલા ગ્રુપ’ના ચેરમેન કુમાર મંગલમની લાડલી દીકરી છે. અનન્યાએ માઇક્રોફાઇનૅન્સ શરૂ કર્યા પછી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવવામાં કામિયાબી મેળવી છે. તે લેધર જેકેટની ખુબ જ શોખીન છે અને મોટાભાગે તે લેધર જેકેટમાં જ જોવામાં.
2. તાન્યા શ્રોફ:
ઉદ્યોગપતિ જયદેવ શ્રોફની દીકરી તાન્યા શ્રોફ ઈન્ટાગ્રામ પર ખુબ જ છવાયેલી રહે છે. પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી તસ્વીરો તાન્યા ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે. તાન્યા લગ્ઝરી બ્રાન્ડ ડિયયોરની ફૈન છે. તેની તસ્વીરોને જોઈને આ વાતનો અંદાજો સહેલાઈથી લગાવી શકાય છે.
3. ક્રેશા બજાજ:
ક્રેશા બજાજ ઉદ્યોગપતિ કિશોર બજાજની દીકરી છે. ‘બડાસાબ ગ્રુપ’ના ફાઉન્ડર કિશોર બજાજ ક્લોદિંગ, ઇન્ટરનેશલ લગ્ઝરી રિટેલ, હોસ્પિટાલિટી કારોબાર ધરાવે છે. જ્યારે તેમની દિકરી ક્રેશા બજાજ એક ફેશન ડિઝાઈનર છે. ક્રેશા બજાજ સુંદર અને ડિઝાઈનર બેગ્સ અને સન ગ્લાસનું ખુબ કલેક્શન રાખે છે. ક્રેશાની પાસે ગુચીના સ્લીપર્સનું પણ કલેક્શન છે. ક્રેશા સેન્ડલથી લઈને બેગ્સ ગુચી બ્રાન્ડના રાખવાનું વધારે પસંદ કરે છે. ક્રેશા બજાજના લગ્ન વનરાજ ઝવેરી સાથે થયેલા છે.
4. નવ્યા નંદા નવેલી:
‘એસ્કોર્ટસ ગ્રુપ’ના મેનેજીંગ ડાયરેક્ટર નિખિલ નંદા અને શ્વેતા બચ્ચનની લાડલી દીકરી નવ્યા નંદા નવેલી ગ્લેમરસ જીવન જીવવાની ખુબ જ શોખીન છે. તે પોતાની સ્ટાઇલ માટે સોશિયલ સાઇટ્સ પર ખુબ જ લોકપ્રિય છે. નિખિલ નંદા રાજકુમારના પૌત્ર છે, અને શ્વેતા નંદા અમિતાભ બચ્ચન અને જયાં બચ્ચનની દીકરી છે. નિખિલ એન્જીનીયરીંગ કંપની એસ્કોર્ટસ ગ્રુપના મેનેજીંગ ડાયરેક્ટર છે. એસ્કોર્ટસ ગ્રુપના એગ્રી મશીનરી કંસ્ટ્રક્શન એન્ડ મેટેરિયલ ઇકવીપમેન્ટ્સ, રેલવે અને ઓટો કંપોનૅન્ટ બનાવવાનું કામ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.