GujjuRocks

ટીવીની આ 7 જાણીતી વહુઓ અસલ જિંદગીમાં છે હજુ સુધી કુંવારી, જાણો ફટાફટ એક ક્લિકે

આપણે સૌ ટીવી સીરિયલમાં સાસુ-વહુની સિરિયલની મજા લેતા હોય છે. પરંતુ અસલ જિંદગીમાં આ વહુઓ કુંવારી હોય છે. ટીવીટી સીરિયલમાં વહુનો રોલ નિભાવીને પ્રસિદ્ધિ થનારી ઘણી એક્ટ્રેસ એવી છે જે અસલ લાઈફમાં હજુ સુધી કુંવારી છે. શોમાં તેના રોલને જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તેને પત્ની નામથી દૂર-દુર સુધી કોઈ સંબંધ નથી. આજે અમે તમને મળાવીશું એવી એક્ટ્રેસ સાથે જે ટીવીમાં વહુ છે પરંતુ અસલ જિંદગીમાં હજુ સુધી કુંવારી છે.

1.હિના ખાન
ટીવીનો જાણીતો શો ‘એ રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના અક્ષરાનાં રૂપમાં ટીવીની જાણીતી વહુનો રોલ નિભાવનારી હિના ખાન અસલ જિંદગીમાં હજુ સુધી કુંવારી છે. આ શો મેં તે નૈતિકની પત્નીનો રોલ નિભાવી રહી હતી. તો શો કસોટી જિંદગી કી-2માં એક ખતરનાક રોલમાં જોવા મળી હતી. જે અનુરાગ સાથે લગ્ન કરીને તેની પત્ની બની જાય છે. અક્ષરને આ બંને સિરિયલોમાં એક વહુ તરીકે દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. પરંતુ ટેલિવિઝન પર પુત્રવધૂ તરીકે પ્રખ્યાત હિના ખાને હજી લગ્ન કર્યા નથી તે તેની કરિયર પર ફોક્સ કરી રહી છે.

જણાવી દઈએ કે હિના ઘણાં વર્ષોથી તેના બોયફ્રેન્ડ રોકી સાથે રિલેશનશિપમાં છે. પરંતુ હાલમાં તેના લગ્નની કોઈ યોજના નથી. તે કહે છે, “તેની શરૂઆત તો થઈ જ છે. હમણાં હું લગ્ન વિશે વિચારી પણ શકતી નથી. હું મારી લાઈફમાં પુરી રીતે સેટલ થઇ નથી. લગ્ન મારા માટે ફોર્માલિટી છે. હા હું 2થી અઢી વર્ષ બાદ લગ્ન બાબતે વિચારી શકું અને કદાચ હું લગ્ન કરી પણ લઉં.

2.શ્રુતિ ઝા

એક્ટ્રેસ શ્રુતિ ઝા હંમેશા ટેલિવિઝન પર પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ અપરિણીત છે. શ્રુતિએ ઘણા શોમાં કામ કર્યું છે, પરંતુ ‘કુમ કુમ ભાગ્ય’માં તેની ભૂમિકા માટે તે ખૂબ પસંદ આવી છે. આમાં તેણે અવીની પત્નીનો રોલ નિભાવી રહી છે.

આ સિવાય તેણે ‘જ્યોતિ’ સીરિયલમાં પુત્રવધૂની ભૂમિકા પણ ભજવી હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં તે સમયે કોઈની પત્ની અથવા પુત્રવધૂ બનવાનો ઇરાદો નથી.

3.અવિકા ગૌર
‘બાલિકા વધુ’માં છોટી આનંદીનું પાત્ર ભજવીને ગૃહમાં લોકપ્રિય બનેલી અવિકા ગૌરને’ સસુરલ સિમર કા’માં પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. નાના પડદાની આનંદી એટલે કે અવિકા 23 વર્ષની છે. પરંતુ તેની બે સિરિયલોમાં તેણે પત્નીની ભૂમિકા ભજવી છે અને બંને રોલે તેને સ્ટાર બનાવી દીધી છે. રિયલ લાઇફમાં અવિકા લગ્નના બંધનથી ઘણી દૂર છે.

જોકે તેણી ઘણી વાર ‘સસુરલ સિમર કા’માં તેના સ્ટાર મનીષ રાયસિંગની સાથે નામ જોડવામાં આવી ચૂક્યું છે પરંતુ અવિકા તેને અફવાહ માને છે.

4.રાધિકા મદન

રાધિકા મદને ટીવી સીરિયલ ‘મેરી આશિકી તુમસે હી’ માં શક્તિ અરોરાની પત્ની ઇશાનીની ભૂમિકા ભજવી હતી. સિરિયલ બાદ રાધિકાની ફેન ફોલોઇંગ એટલી વધી ગઈ હતી કે લોકો તેને ઇશાની નામથી ઓળખવા લાગ્યા. આ પછી રાધિકા નાના પડદાથી મોટા પડદા તરફ વળી અને હવે તે બોલિવૂડ એક્ટ્રેસ પણ બની ગઈ છે. પરંતુ હજુ સુધી તેને કોઈ સાથે લગ્ન નથી કર્યા.

5.સાક્ષી તંવર

બેહદ લોકપ્રિય શો ‘કહાની ઘર ઘર કી’ માં આદર્શ પત્ની અને વહુનો રોલ નિભાવનાર સાક્ષી તાવર હજી કુંવારી છે. આ શોમાં સાક્ષીએ પાર્વતીની ભૂમિકા ભજવી હતી જે એક સંપૂર્ણ પત્ની જ નહીં પરંતુ એક સારી પુત્રવધૂ પણ હતી. આ સિવાય ‘બડે અચ્છે લગતે હૈ’ શોમાં સાક્ષી રામ કપૂરની પત્નીની ભૂમિકામાં જોવામળી હતી. સાક્ષીનો આ શો પણ જબરદસ્ત હિટ રહ્યો હતો. પરંતુ સ્ક્રીન પર પરફેક્ટ વાઇફનો રોલ કરનારી સાક્ષી રિયલ લાઈફમાં કોઈની પત્ની બની નથી. તેણે થોડા મહિના પહેલા 9 મહિનાની પુત્રીને દત્તક લીધી હતી જેનું નામ દિત્યા છે. સાક્ષી હાલમાં તેની માતૃત્વની મજા લઇ રહી છે.

લગ્ન વિષે તેનું માનવું છે કે ‘પ્રેમ જીવનના કોઈપણ વળાંક પર થઈ શકે છે. હું મારા માતાપિતાને દરરોજ એક બીજા સાથે દલીલ કરતી જોઉં છું, પરંતુ મને ખબર છે કે બંને એક બીજાને કેટલો પ્રેમ કરે છે. પ્રેમ તો જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે. તેનો કોઈ નક્કી સમય નથી. ‘

6.મૌની રોય

‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ ડેબ્યુ કરનારી ટીવીની સૌથી લોકપ્રિય એક્ટ્રેસ મૌની રોયએ કસ્તુરી, દેવો કે દેવ મહાદેવ, નાગીન, નાગીન 2, ટશન -એ-ઇશ્ક, જુનૂન,ઐસી નફરત હો તો કૈસા ઇશ્ક, નાગિન 3, કૃષ્ણ ચલી લંડન, એક થા રાજા એક થી રાની જેવા ઘણા લોકપ્રિય શો કર્યા છે. તમને જણાવી દઈએ કે તેની ઉંમર 35 વર્ષ છે, પરંતુ તેણે હજી સુધી લગ્ન કર્યા નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે પણ એક્ટ્રેસને લગ્ન અંગે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે ઘણી વાર ટાળી દે છે.

7.સુરભી જ્યોતિ

સીરિયલ ‘કુબુલ હૈ’ થી લોકપ્રિય બનેલી સુરભી જ્યોતિની ફેન ફોલોઇંગ ‘નાગિન’ સિરિયલ પછી એક અલગ જ લેવલે પહોંચી ગઈ હતી. નાના પડદા ચુલબુલા નિભાવનારી સુરભી જ્યોતિએ બે ટીવી શોમાં પત્નીની ભૂમિકા ભજવી છે. પરંતુ તે હજી પણ લગ્નથી આઝાદ છે. આમ છતાં પણ તેનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ અસલ જિંદગીમાં તે અપરિણીત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Exit mobile version