દીકરીનો જન્મ દિવસ હોવાથી વડોદરાથી પિતા જવાના હતા દીકરી પાસે અમદાવાદ, પણ અચાનક જ અગાસીએ મૃત્યુ પામ્યા, પરિવારને હત્યાની આશંકા

વડોદરામાં દીકરીના જન્મ દિવસે જ પિતાને મળ્યું દર્દનાક મૃત્યુ, પિતાની દીકરી માટે છેલ્લા શબ્દો સાંભળીને રડી પડશો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા અને હત્યાના બનાવો સામે આવી રહી છે, તો ઘણા લોકો દુર્ઘટનામાં પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ઘણીવાર પરિવારમાં એક તરફ ખુશીઓનો માહોલ હોય અને તેવા જ સમયે પરિવારના કોઈ અંગત વ્યક્તિના નિધન થયાના સમાચાર આવતા જ બધી જ ખુશીઓ પળવારમાં વેર વિખેર થઇ જતી હોય છે.

હાલ એક એવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં એક દીકરીએ પોતાના જન્મ દિવસે જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વડસરમાં આવેલા ડ્રીમ આત્મનવન ફ્લેટમાં રહેતા 35 વર્ષીય ટોનિસ ક્રિશ્ચિયન  ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તે આ ફેલ્ટમાં કેટલાક અન્ય યુવકો સાથે રહે છે.

ગત બુધવારના રોજ તેમની દીકરીનો જન્મ દિવસ હતો અને જેના કારણે તેઓ ઓફિસનું કામ વહેલા પતાવી અમદાવાદ પોતાની દીકરી પાસે જવાના હતા. પરંતુ બે દિવસથી ફેલ્ટમાં પાણી ના આવતું હોવાના કારણે તે ઓફિસમાંથી વહેલા આવી જતા સાતમા મળે રહેલી અગાસી ઉપરની પાણીની ટાંકી રીપેર કરવા ચઢ્યા જ્યાં તેમનું સંતુલન બગડતા જ નીચે પટકાયા હતા.

જયારે તેમના રૂમમેટ ટોનિસ ના દેખાયા ત્યારે તેમને તપાસ કરતા સોસયાટીના કમ્પાઉન્ડમાં લોહી લુહાણ હાલતમાં પડેલા જોયા. જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આ મામલે ટોનિસના ભાઇ અને સાળાએ પોલીસ સ્ટેશન આવીને એવી રજૂઆત કરી હતી કે,પાણીની ટાંકી અને અગાશીની પાળી વચ્ચે 15 ફૂટનું અંતર છે. તો પછી ટોનિસ કેવી  રીતે નીચે પડયો ? આજે તેમની દીકરીનો જન્મ દિવસ છે અને આજે જ તે અમદાવાદ તેના ઘરે આવવાનો હતો. અમને તેના મોત અંગે શંકા છે અને આ મામલાને લઈને યોગ્ય તપાસ થવી જોઈએ. ત્યારે પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે.

Niraj Patel