દીકરીની સફળતા જોઈને માતા પિતાની આંખો ખુશીથી છલકાઈ, જે પ્લેનમાં એરહોસ્ટેસ તરીકે નોકરી કરતી હતી દીકરી, એજ પ્લેનમાં કરી સવારી, 2 કરોડથી વધુ લોકોએ જોયો વીડિયો
Air hostess daughter welcomed parents on the plane : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા પણ હોય છે જે લોકોના દિલ જીતી લેતા હોય છે અને તેમાં પણ સંતાનો દ્વારા પોતાના માતા પિતા માટે કઈ ખાસ કરવું એ જોઈને દરેક ગદગદ થઇ જતા હોય છે. ત્યારે દરેક માતા પિતા પણ ઇચ્છતા હોય છે કે તેમના સંતાનો સફળતાનાં શિખરો સર કરે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક એરહોસ્ટેસ દીકરી તેના માતા પિતાનું પ્લેનમાં વેલકમ કરે છે.
એરહોસ્ટેસ દીકરીએ કર્યું મમ્મી પપ્પાનું પ્લેનમાં વેલકમ :
વાયરલ વીડિયોમાં સ્પાઈસજેટ એરલાઈન્સની એર હોસ્ટેસ તેની પોતાની ફ્લાઈટમાં તેના માતા-પિતાનું સ્વાગત કરે છે. આ દરમિયાન તેના ચહેરા પરનો ઉત્સાહ અને માતા-પિતાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ airhostess_jaatni પર શેર કરાયેલા આ વીડિયોમાં અસ્મિતા નામની એરહોસ્ટેસ પોતાની ફ્લાઈટમાં તેના માતા-પિતાનું સ્વાગત કરતી જોઈ શકાય છે.
માતા પિતા અને દીકરીની આંખોમાં જોવા મળી ખુશી :
વીડિયોની શરૂઆત અસ્મિતાના માતા-પિતા ફ્લાઈટમાં સવાર થઈ રહી છે, કારણ કે તે હસતાં હસતાં તેમની ટિકિટ ચેક કરે છે અને તેમને તેમની સીટ પર લઈ જાય છે. બંને આગળની હરોળમાં બેઠેલી તેમની પુત્રી પર ગર્વ અનુભવતા જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘અને VIP પેક ઓન બોર્ડ, એક ખાસ લાગણી.’ આ ઈમોશનલ વીડિયો 20.8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોના દિલને સ્પર્શી ગયો છે.
View this post on Instagram
લોકોએ કર્યા વખાણ :
લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાની લાગણીઓ શેર કરતા પણ જોવા મળ્યા, એક યુઝરે કમેન્ટ કરી, ‘આ ક્લિપમાં પિતા અને પુત્રી બંનેની આંખોમાં ખુશી પણ જોઈ શકાય છે… પિતાને ગર્વ છે કે તેમની પુત્રી આટલી સારી પોસ્ટ પર છે અને પુત્રી ખુશ છે કારણ કે તે તેના પિતાની આંખોમાં ગૌરવ જોઈ શકે છે. અન્ય યુઝરે લખ્યું, ‘તે પણ એકમાત્ર કારણ છે.’ જ્યારે ત્રીજાએ લખ્યું, માતા-પિતા હંમેશા તેમના બાળકો અને પરિવાર માટે હાજર હોય છે.