પોતાની દીકરી ક્લાસમાં ટોપ નહોતી કરતી તો દીકરીની માતાએ ટોપ કરતા બાળકને જાનથી મારી નાખ્યું, જાણો સમગ્ર મામલો

દીકરી નહોતી કરી શકતી ટોપ, તો માતાએ રચ્યું ષડયંત્ર, ટોપરને જ ઝેર આપીને મારી નાખ્યો, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના !

દરેક માતા પિતા પોતાના સંતાનો આગળ વધે એમ ઇચ્છતા હોય છે. જયારે સંતાનો ભણતા હોય છે ત્યારે તે ક્લાસમાં ટોપ કરે અને સારું પરિણામ મેળવે તેવી પણ તેમની ઈચ્છા હોય છે. પરંતુ આ ઈચ્છા દરેક વ્યક્તિની પુરી નથી થતી, સ્કૂલની અંદર કોઈ એક જ બાળક હોય છે જે ટોપ કરી શકે છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને ચકચારી મચાવી દીધી છે. એક માતાએ પોતાની દીકરી ક્લાસમાં ટોપ ના કરતા અન્ય ટોપ કરતા બાળકનો જ જીવ લઇ લીધો જેથી તેમની દીકરી ટોપ કરે.

આ ચોંકાવનારી ઘટના સામે આવી છે પુડુચેરીના કરાઈક્કલમાંથી. જ્યાં આઠમા ધોરણના વિદ્યાર્થીની માતાએ પરીક્ષામાં ટોપ કરનાર ક્લાસમેટને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.  મૃતક બાલામણિકંદન એક ખાનગી શાળામાં ધોરણ 8નો વિદ્યાર્થી હતો અને તે વર્ગમાં ટોપ કરતો હતો. પોલીસે તેના ક્લાસમેટની માતા વિક્ટોરિયા સહિયારાનીની ધરપકડ કરી છે.

કરાઈક્કલ પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા બાલામણિકંદનથી ઈર્ષ્યા કરતી હતી, જેણે તેની પુત્રીને બીજા સ્થાને ધકેલી દીધી હતી અને વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મૃતક છોકરો રાજેન્દ્રન અને માલતીનો પુત્ર છે જે પુડુચેરીના કરાઈક્કલમાં નેહરુ કોલોનીમાં રહે છે. પોલીસે જણાવ્યું કે વિક્ટોરિયા સહિયારાની શનિવારે સ્કૂલ પહોંચી હતી અને છોકરાને ઠંડુ પીણું આપ્યું હતું. જો કે, ઘરે પહોંચ્યા બાદ છોકરાને સતત ઉલ્ટીઓ થવા લાગી હતી અને તેણે તેના માતા-પિતાને જણાવ્યું હતું કે વિક્ટોરિયા સહિયારાનીએ તેને ઠંડુ પીણું પીવડાવ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

છોકરાના માતા-પિતાએ કહ્યું કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેઓ તેનો જીવ બચાવી શક્યા નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે કોલ્ડ ડ્રિંકમાં ઝેર હતું અને તે જાણી જોઈને બાલામણિકંદનની હત્યા કરવા માટે આપવામાં આવ્યું હતું. પોલીસે વિક્ટોરિયા સહિયારાનીની ધરપકડ કરી હતી અને તેણે પોલીસને કહ્યું હતું કે તે બાલમણિકંદનની ઈર્ષ્યા કરતી હતી કારણ કે તે હંમેશા ક્લાસમાં ટોપ કરતો હતો જ્યારે તેની પુત્રી માત્ર બીજા સ્થાને આવતી હતી. વિક્ટોરિયા સહિયારાનીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

Niraj Patel