ખબર

પોતાની દીકરી સાથે આ બાપ રોજ સુઈ જાય છે કબરમાં, કારણ જાણીને તમારી આંખો પણ છલકાઈ જશે

એક બાપ માટે તેની દીકરી સૌથી વહાલી હોય છે, માત્ર આપણા જ દેશમાં નહિ પરંતુ દુનિયાના બધા જ દેશોમાં એક બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ અને દીકરીની પોતાના પિતા પ્રત્યેની લાગણી અખૂટ હોય છે. દીકરી ક્યારેય નથી વિચારતી કે બાપ ગરીબ છે કે અમીર, બસ તેના માટે તો તેના પિતા એક રાજાથી ક્યારેય કામ નથી હોતા. આજે અમે તમને એક એવી જ બાપ-દીકરીની સત્યઘટના જણાવવા જઈ રહ્યા છે જે જાણીને તમારી આંખોમાંથી પણ આંસુઓ આવી જશે.

Image Source

તમે વિચારો કે કોઈ પિતાને તેની દીકરીના મારવાની ખબર પહેલા જ મળી જાય તો એ પિતા ઉપર શું વીતતી હોય ? એક પિતા ભલે પોતાની જાતને દિલાસો આપી અને સાચવી લે પરંતુ અંદરથી તે સાવ તૂટી જતો હોય છે. આવી જ એક ઘટના ચીનમાં જોવા મળી, જેમાં એક પિતાને ખબર પડી કે તેની દીકરી હવે થોડા જ દિવસની મહેમાન છે, તે એક એવી બીમારીમાં સપડાઈ ગઈ છે જેનો કોઈ ઈલાજ પણ નથી. ત્યારે એ પિતા ઉપર શું વીતતી હશે ? તેની કલ્પના પણ ના થઇ શકે.

Image Source

મળતી માહિતી અનુસાર ચીનના લિયાંગની એક 2 વર્ષની નાની દીકરી છે. તે એક ગંભીર બીમારીનો શિકાર થઇ ગઈ છે, અને તેનો કોઈ ઈલાજ નથી. ડોકટરોએ પણ પહેલા જ જણાવી દીધું છે કે તે વધુ સમય સુધી જીવિત નહીં રહી શકે, ત્યારબાદ લિયાંગ તેની દીકરી સાથે જ કબરમાં સુઈ જાય છે અને તેની સાથે જ સમય પસાર કર્યા કરે છે.

Image Source

ચીનના એક સામાન્ય ગામડાનો એક સામાન્ય ખેડૂત જેની ઉપર આ જણાઈને દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેની દીકરીને બ્લડ ડિસઓર્ડર (થેલેસીમિયા) નામની જીવલેણ બીમારી છે. અને તેને માલુમ થયું ત્યારેથી તે પોતાની દીકરીને રોજ કબરમાં જ જીવતા રહેવાનું શીખવી રહ્યો છે.

Image Source

તેની દીકરી પાસે માત્ર હવે એક વર્ષનું જીવન રહ્યું છે ત્યારે આ એકવર્ષના જીવનમાં તે તેની દીકરીને કબરમાં જ જીવતા શીખવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ ખબર આજે ખુબ જ ફેલાઈ રહી છે. આ સંચાર જાણીને ઘણા લોકો પોતાનું દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. ડોકટરોના જણાવ્યા અનુસાર તેની રક્તકોશિકાઓ યોગ્ય રીતે કામ નથી કરી રહી અને વધુમાં વધુ તે એક વર્ષ સુધી જીવતી રહી શકશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.