ગજબ કહેવાયને! મમ્મી માટે જીવનસાથી શોધી રહી છે આ દીકરી, 3 શરતો જાણો કામ આવશે

0

જયારે આપણા ભારતીય સમાજમાં પુત્રીનો જન્મ થાય છે ત્યારથી જ માતા-પિતાને સૌથી વધુ ચિંતા તેના લગ્નની હોય છે. દીકરીના લગ્ન માટેની તૈયારીઓ જયારે દીકરીનો જન્મ થાય છે ત્યારથી જ શરૂ કરવામાં આવે છે.

જયારે દીકરીની ઉંમરે 20 વર્ષથી વધુ થાય તો તેના માટે યુવક જોવાની શરૂઆત કરી દે છે. દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, તેની દીકરીને સારો જીવનસાથી મળે જે એને દુનિયાની તમામ ખુશીઓ આપે. આ વાત તો થઇ માતા-પિતાની એક દીકરીના સંસાર વિષેની. શું તમે કયારે પણ જાણ્યું છે કે, એક દીકરી તેની 50 વર્ષીય માતા માટે કોઈ સારા વરની શોધ કરે?

આ તમે બિલકુલ સાચું જ વાંચી જ રહ્યા છે. આજકાલ ટ્વીટર પર એક માતા-દીકરીની તસ્વીર વધુ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં ખાસ વાત હોય તો છે એ તેના કેપ્સનમાં લખેલી વાત. આ કેપ્સનના કારણે લોકોનો પ્રેમ અવિરત વરસી રહ્યો છે. આ ટ્વીટર આસ્થા વર્મા નામની એક યુવતીએ તેના માતા સાથેની એક તસ્વીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, તેની 50 વર્ષીય માતા માટે એક વરની શોધ છે.
આસ્થાએ તેની માતા માટેના પતિની તલાશ તો છે પરંતુ તેના માટે એક શરત પણ છે. આસ્થાએ ટ્વિટ કર્યા અનુસાર, તેના થનારા પિતા શુદ્ધ શાકાહારી હોવા બહુજ જરૂરી છે. આ સાથે જ દારૂની લત ના હોવી જોઈએ સાથે જ તેના થનારા પિતા સંપન્ન હોવા જોઈએ.

આસ્થાના પ્રોફાઈલ અનુસાર, તે લોની સ્ટુડન્ટ છે વધુમાં તે કવિયિત્રી, પૉલિટિકલ ઑબ્ઝર્વર અને નેલ આર્ટિસ્ટ, દેશભક્ત છે.

આસ્થાના આ અંદાજને લોકોનો અવિરત પ્રેમ મળી રહ્યો છે. આસ્થાની આ કહાની ફિલ્મ જેવી લાગે છે. જેવી રીતે ફિલ્મોમાં અને પુસ્તકોમાં બાળકો તેના માતા-પિતાથી વધારે તેને દોસ્ત માનતા હોય છે, તેવી જ રીતે આસ્થાને પણ તેની માતા સાથે દોસ્તીની સંબંધ છે.

આસ્થાના ટ્વીટ પર આ લખાઈ છે ત્યાં સુધીમાં 32 હજાર લાઈક કરી ચુક્યા છે. આસ્થાની આ તસ્વીરમાં લોકો પ્રતિક્રિયા દેવાનું નથી ચુકતા. બધા જ તેને અલગ-અલગ પ્રકારની સલાહ આપી રહ્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.