ધામધૂમથી પિતાએ પરણાવી દીકરીને, જ્યારે પિતાએ દીકરીને પૂછ્યું દહેજમાં શું આપું ? ત્યારે જવાબ એવો મળ્યો કે સાંભળીને તમે પણ સલામ કરશો

લગ્નનો માહોલ શરૂ થઇ ગયો છે અને દેશભરમાં ઠેર ઠેર ભવ્ય લગ્નના આયોજનો પણ થતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે જે જાહોજલાલી લગ્નોમાં માણવા નહોતી મળી તે હવે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા શાહી લગ્નો તેમાં જોવા મળતી જાહોજલાલીના કારણે ચર્ચામાં આવે છે. પરંતુ હાલમાં એક એવા લગ્ન ચર્ચામાં આવ્યા છે જે જાણીને તમારી છાતી પણ હરખથી ફૂલી ઉઠશે.

ઘણા લગ્નો એવા હોય છે જેમાં સમાજ માટે એક ઉમદા સંદેશ પૂરો પાડવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક એવા લગ્ન બાડમેરમાંથી સામે આવ્યા છે. બાડમેર શહેરમાં કિશોરસિંહ કાનોડની દીકરી અંજલિ કંવરના લગ્નનું આયોજન ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. પરંતુ જયારે પિતાએ દીકરીને ભેટ સ્વરૂપે જે રકમ આપવાની વાત કહી ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો તેનાથી સૌની દિલ જીતી લીધું.

અંજલિ કંવરે પોતાને ભેટ સ્વરૂપે આપવાની રકમને સમાજની કન્યાઓ માટે છાત્રાલય માટે દાન આપવાનું જણાવ્યું હતું. જેના બાદ તેના પિતા કિશોર સિંહે આ વાતને સ્વીકાર કરીને રાજપૂત સમાજની કન્યા છાત્રાવાસ માટે 75 લાખ રૂપિયાની ધનરાશિ આપવાની સ્વીકૃતિ બતાવી તો વર પક્ષના કેપ્ટીન હિરસિંહ ભાટીએ પણ તાત્કાલિક સ્વીકારી લીધું.

સમારંભની અંદર હાજર રહેલા જાનૈયાઓ અને મહેમાનોની સામે તારાતરા મઠના મહંત સ્વામી પ્રતાપપુરી શાત્રીએ પણ તેને સમાજ માટે એક સારી પહેલા જણાવતા કહ્યું કે ધનને સમાજના હિતમાં લગાવવું અને કન્યાદાનના સમયે છાત્રાવાસની વાત કરવી પોતાની જાતમાં સમાજને પ્રેરિત કરવાનું ઉદાહરણ છે.

તેમને આગળ એમ પણ જણાવ્યું કે આ પહેલા કિશોરસિંહ કનોડ આ છાત્રાવાસ માટે એક કરોડથી પણ વધારેની રકમ આપી ચુક્યા છે અને હવે બાકીની રકમ માટે પણ આ રીતે પહેલ કરવી એક મિસાલ છે.

Niraj Patel