5 મહિનાની ઉંમરમાં દત્તક લીધી દીકરી, સગીર થતા જ પિતા, કાકા અને બે ભાઇઓએ આચર્યું દુષ્કર્મ

સુરતમાં પિતા, કાકા અને બે ભાઈઓએ 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર મામલો

14 year girl raped by father in surat : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત સગીરાઓ સાથે પણ દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે કેટલીક ઘટનાઓ એવી પણ સામે આવે છે કે પરિવારના અંદરના સદસ્યો જ આવી ઘટનાઓ પાછળ જવબદાર હોય છે. પરંતુ સુરતમાંથી જે ઘટના સામે આવી છે તે તમામ સંબંધોને તાર તાર કરી દેનારી છે. જ્યાં એક પિતા, કાકા અને બે ભાઈઓએ દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પિતાએ જ દત્તક લીધેલી દીકરી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ:

આ મામલો સામે આવ્યો છે સુરતના અડાજણમાંથી. જ્યાં એક દત્તક લીધેલી દીકરીને તેના જ પિતા અને પિતાના ભાઈ તેમજ ભાઈના બંને દીકરાઓ વારંવાર ચૂંથતા હતા,આખરે સગીરાએ હિંમત ભેગી કરીને અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી અને સગીરા સાથે લાંબી પુછપરછ બાદ આ મામલે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી.

5 મહિનાની ઉંમરમાં દત્તક લીધી હતી:

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પીડિત 14 વર્ષની કિશોરી નાનપણથી જ અનાથ હતી, તેને એક નારી સંરક્ષણ ગૃહમાંથી એક દંપતી દ્વારા 5 મહિનાની ઉંમરમાં જ દત્તક લેવામાં આવી હતી અને તે સાવકા માતા પિતા સાથે જ રહેતી હતી. પરંતુ દીકરી મોટી થતા પિતાની દાનત બગડી હતી અને તેની સાથે તે દુષ્કર્મ આચરવા લાગ્યો. આ વાતની જાણ તેની પત્નીને થતા પત્નીએ પણ રોક્યો, ત્યારે આ નિર્લજ બાપે કહ્યું, “આ ક્યાં આપણા પેટની જણેલી દીકરી છે..” અને પછી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો.

કાકા અને ભાઈઓએ પણ હવસ પુરી કરી:

એટલું જ નહિ આ 14 વર્ષની દીકરી સાથે તેના પિતાના ભાઈ અને કાકાના દીકરાઓ પણ વારંવાર સંબંધો બાંધતા હતા. મોટાભાઈનો સગીર દીકરો પણ આ કિશોરી સાથે શરીર સંબંધો બાંધતા રહ્યા. આ વાતને લઈને પતિ પત્ની વચ્ચે પણ અવાર નવા ઝઘડો થતો હતો જેના કારણે માતાએ દીકરીને પિતાથી દૂર સાપુતારાની એક હોસ્ટેલમાં ભણવા માટે પણ મોકલી દીધી હતી. પરંતુ હવસના ભૂખ્યા પિતાને સંતોષ ના થયો.

માતાને સાથે રાખીને નોંધાવી ફરિયાદ:

એક વર્ષ બાદ દીકરીને પાછી સુરતમાં બોલાવી અને સુરતની સ્કૂલમાં જ એડમિશન કરાવી દીધું અને પછી દીકરી સાથે દુષ્કર્મ આચરવા લાગ્યો. જેના કારણે ફરીથી પતિ પત્નીમાં ઝઘડા શરૂ થયા. પરંતુ આ વખતે પત્નીએ દીકરીને સાથે રાખીને નરાધમ પિતા, તેના કાકા અને બંને ભાઈઓ વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી. જેના પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Niraj Patel