સમાજના લોકો મારતા હતા મહેણાં, છતાં પણ આ દીકરીએ ના માની હાર, અને પછી કર્યું એવું કામ કે આજે પિતાનું માથું ગર્વથી ઊંચું થઇ ગયું

આપણા દેશની અંદર ઘણા લોકોને સફળતા પસંદ નથી હોતી, તે જયારે આગળ વધવાનું વિચારે છે ત્યાંરે  તેમના જીવનમાં ઘણી બધી અટકળો આવતી હોય છે, ઘણા લોકો તેમના પગ ખેંચવાના પણ પ્રયત્ન કરે, અટકાવવાના પ્રયન્ત કરે, પરંતુ જો તમારી રાહ અને દિશા નક્કી હોય તો આ બધા અવરોધ તમને રોકી શકતા નથી. આવી જ એક કહાની હાલ ઇન્ટરનેટ ઉપર ચર્ચાનો વિષય બની છે.

આ કહાની છે ઉત્તર પ્રદેશના બરેલીના અલી અહમદ તળાવ વિસ્તારની રહેવાસી ફરહત અસગ઼રની. જે એક ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા મોહંમદ અસગ઼ર એક લુહાર હતા. ફરહત બાળપણથી જ ડોક્ટર બનવા માંગતી હતી. જો કે તેના પરિવારની કમજોર આર્થિક સ્થિતિ જોતા તેનું સપનું મનમાં જ દબાઈને રહી ગયું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

તેના મનમાં મોટાભાગે એ વિચાર આવતો કે જો હું મારા આ સપના વિશે બધાને જણાવી દઈશ તો શું થશે ? લોકો શું કહેશે ? ફરહત જયારે પણ બહારના લોકોને તેના સપના વિશે કહેતી ત્યારે લોકો તેને કહેતા એક એમબીબીએસનો અભ્યાસ પૈસાવાળાનો છે. તેનો ખર્ચ ઉઠાવવો તારા પિતા માટે સંભવ નથી. લોકોના ના કહેવા છતાં પણ ફરહતે સપના જોવાનું ના છોડ્યું.

(પ્રતીકાત્મક તસવીર)

ફરહત મહેનત કરી અને દસમા અને બારામાં ધોરણમાં સ્કૂલની અંદર ટોપ કર્યું. જેનાથી તેના સપનાને ઊંચી ઉડાન મળી ગઈ. તેને પણ એક હિંમત મળી કે તે કઈ કરી શકે છે. ફરહતે ત્રણ વર્ષની સખ્ત મહેનત કરી અને સારી તૈયારી કર્યા બાદ ગોરખપુર એઇમ્સમાં એમબીબીએસની સીટ માટે તેનું સિલેક્શન થઇ ગયું. હવે તેનું સપનું છે કે તે ડોક્ટર બને અને સમાજની સેવા કરે. જેના માટે તે હવે એઇમ્સમાં દિલથી એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે.

Niraj Patel
Exit mobile version