ખબર વાયરલ

પિતાને થયો બ્લેક ફંગસ, ડોકટરે કાઢી નાખી આંખ, વીડિયો શેર કરીને દીકરી માંગી રહી છે મદદ, આ વીડિયો તમને પણ રડાવી દેશે

દેશભરમાં કોરોના કેસોમાં તો ઘટાડો નોંધાયો પરંતુ બ્લેક ફંગસ અને સફેદ ફંગસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ બીમારીના કારણે ઘણા લોકો પીડાઈ રહ્યા છે અને તેમના દર્દ ભરેલા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવે છે. ત્યારે હાલ એવી જ એક દીકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેના પિતા બ્લેક ફન્ગસથી પીડાઈ રહ્યા છે અને દીકરી મદદ માટે લોકોને અપીલ કરી રહી છે.

ગ્વાલિયરની ખોપોલી હોસ્પિટલની અંદર છેલ્લા 9 દિવસથી 50 વર્ષના રાજકુમાર શર્મા દાખલ થયેલા છે. બ્લેક ફંગસથી પીડિત રાજકુમારની એક આંખ પણ ડોક્ટરોએ કાઢી નાખી છે. હવે દર્દીને ઇન્જેક્શનની જરૂર છે.  ત્યારે તેમની દીકરીએ સોશિયલ મીડિયા દ્વારા સીએમ શિવરાજસિંહ ચૌહાણ પાસે મદદની અપીલ કરી છે.

દીકરીનું કહેવું છે કે તે 900થી પણ વધારે નંબરો ઉપર ફોન કરી ચુકી છે. પરંતુ તેને ક્યાંયથી પણ મદદ નથી મળી રહી. રાજકુમારની 19 વર્ષીય દીકરી રેણુ શર્માનો વીડિયો દરેક કોઈની આંખોમાં આંસુ લાવી દે તેવો છે.

શહેરના ડીડી નગરમાં રહેતા રાજકુમાર શર્મા ટ્રેક્ટરની એજન્સી ચલાવે છે. 27 એપ્રિલના રોજ તે કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તે કોરોનાથી તો સ્વસ્થ થઇ ગયા પરંતુ બ્લેક ફંગસનો શિકાર બની ગયા. 15 મેના રોજ તેમને સેવા નગર રોડ પર આવેલી એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. ડોક્ટરોએ 100 ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું. કારણ કે ઇન્જેક્શન સરકારની પાસે છે.

રાજકુમારની દીકરી રેણુએ તેના મામા સાથે મળીને ફક્ત 20 ઈન્જેક્શનની વ્યવસ્થા જ કરી શકી. ફંગસ ફેલાવવાના કરે રેણુના પિતાની ડાબી આંખનું જબડું કાઢવું પડ્યું. લિપોસોમલ એમફોટેરેસીન બી-50 ઇન્જેક્શન માટે રેણુ ગ્વાલિયર ક્લેક્ટરથી લઈને દરેક વ્યક્તિની ચોખટ ઉપર માથું રગડી ચુકી છે. જ્યાં સરકાર દ્વારા ઇન્જેક્શન આપવાના અધિકાર આપ્યા છે.

જયારે ગ્વાલિયર કલેકટરે ઇન્જેક્શન આપવાની ના પાડી દીધી ત્યારે રેણુએ પોતાનુંય દર્દ સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવીને શેર કર્યું. તેને આ વીડિયોની અંદર સીએમ શિવરાજસિંહ, રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ પાસે ટ્વીટ કરી અને મદદ માંગી છે. જુઓ આ દર્દ ભરેલો વીડિયો..