ખબર

પ્રેમીને મળવાની ના પડતા દીકરીએ પ્રેમી સાથે મળી પોતાના માતા-પિતા સાથે કર્યું એવું કે વાંચીને જ રુંવાડા ઉભા થઇ જશે

આજકાલ યુવાન વયના બાળકોને કઈ કહેવું જાણે ગુન્હો બની ગયો છે, જેનો એક કિસ્સો હાલ મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દીકરીએ જ પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્દોરના રુક્મણી નગરમાં આરક્ષક જ્યોતિ પ્રસાદ શર્મા તેમની પત્ની નીલમ પોતાની 17 વર્ષની દીકરી અને 18 વર્ષના દીકરા સાથે રહેતા હતા. તેમનું ઘર બે ભાગમાં બનેલું હતું, જેના એક ભાગમાં જ્યોતિ પ્રસાદ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતા હતા જયારે બીજાભાગમાં તેમના માતા પિતા રહેતા હતા.17 ડિસ્મેબરની રાત્રે તેમની દીકરો તેના દાદા દાદી પાસે સુવા માટે ગયો હતો. સવારે જયારે મોડા સુધી તેના માતા પિતા ઘરની બહાર ના નીકળ્યા ત્યારે તે ઘરમાં જોવા માટે ગયો અને તેને લોહીમાં લથબથ પોતાના માતા-પિતાની લાશ પડેલી જોતા જોરથી ચીસો પાડવા લાગી ગયો.

ચીસનો આવાજ સાંભળીને પરિવારજનો અને આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને તેમને પોલીસને જાણ કરી. પોલીસ દ્વારા આ ડબલ મર્ડર કેસને 24 કલાકની અંદર જ ઉકેલી લેવામાં આવ્યા હતા. જેમાં આરોપી તેમની દીકરી અને તેનો બોયફ્રેન્ડ હતા.

Image Source

પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ પ્રસાદે તેમની દીકરીને તેના બોયફ્રેન્ડને મળવા ઉપર પાબંધી લગાવી હતી, અને આ વાતને લઈને જે તેમની દીકરીના બોયફ્રેન્ડનો જ્યોતિ પ્રસાદ સાથે ઝઘડો પણ થયો હતો તેમને તે યુવકને લાફો પણ મારી દીધો હતો. ત્યારબાદ તે યુવકે તેમને જોઈ લેવાની વાત પણ જણાવી હતી.

આ ઘટના બાદ જ યુવતી અને તેનો પ્રેમી બંને યુવતીના માતા-પિતાની હત્યા કરવાનું પ્લાનિંગ કરવા લાગી ગયા હતા. ઘટનાની રાત્રે યુવતીએ તેના ભાઈને દાદા-દાદી પાસે સુવા માટે મોકલી દીધો અને પોતે કૂતરાને લઈને ઘરની બહાર નીકળી એજ સમયે તેનો પ્રેમી ઘરમાં દાખલ થઇ ગયો.

યુવતીએ કૂતરાને દરવાજા પાસે બાંધી દીધું, અને ઘરમાં પાછી ચાલી ગઈ ને પહેલા તેની માતાનું મોઢું દબાવી તેમને મોતને ઘાટ ઉતારે દીધા. અવાજ સાંભળીને જ્યોતિ પ્રસાદ પણ ઉઠી ગયા તો તેમની ઉપર પણ હુમલો કરી દીધો. તેમના અવાજથી આસપાસના લોકોને ખબર પડશે એવું લાગ્યું ત્યારે યુવતી ઘરની બહાર નીકળી ગઈ.

Image Source

જયારે પાડોશીએઓ પૂછ્યું શું થયું છે તો તેને જણાવ્યું કે પપ્પા દારૂ પીને આવ્યા છે જેના કારણે ધમાલ કરી રહ્યા છે. હત્યા બાદ આરોપી અને યુવતી બંને ત્યાંથી ફરાર થઇ ગયા. આ પહેલા આરોપી યુવકે યુવતીને એક ચીઠ્ઠી લખવાનું પણ જણાવ્યું હતું, કે તેના પિતા તેનું શારીરિક શોષણ કરી રહ્યા છે. પોલીસના હાથમાં આ ચિઠ્ઠી આવતા જ તે સમજી ગયા કે આ ધ્યાન ભટકાવવા માટે જ લખેલી ચિઠ્ઠી છે.

આ ઘટના બાદ આરોપી રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા. પોલીસે તેમને પકડવા માટે 5 ટિમ બનાવી હતી. પરંતુ બંનેએ પોતાનો ફોન સ્વીચઓફ રાખ્યો હતો. જેવો આરોપીએ પોતાનો ફોન ચાલુ કર્યો તેમને લોકેશન મળી ગયું, પોલીસને તેમના રતલામ હોવાની જાણ થતા રતલામ પોલીસને સૂચના આપવામાં આવી અને તેમને ઝડપી પાડવામાં આવ્યા. આરોપી પાસેથી ઘટનામાં વાપરવામાં આવેલા હથિયારની સાથે 1.19 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.