“કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો !” એ વાત સાબિત કરી આપી પેટ્રોલ પંપ ઉપર કામ કરનારા વ્યક્તિની દીકરીએ, ગર્વથી નામ કર્યું રોશન

થોડા ડિવ પહેલા જ યુપીએસસીનું રિઝલ્ટ જાહેર થયું હતું અને તેમાં ઘણા યુવક યુવતીઓએ બાજી મારી. આ દરમિયાન ઘણી એવી સંઘર્ષ ભરેલી કહાનીઓ પણ સામે આવી જે જાણીને પાસ થનારા પ્રતિસ્પર્ધી માટે એક વિશેષ માન થઇ આવે. આપણે પણ ઘણા એવા લોકોને જોયા હશે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હશે.

પરંતુ હાલ એક એવી દીકરીની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેના પિતાએ 20 વર્ષ સુધી પેટ્રોલ પંપ ઉપર કામ કર્યું, આ દીકરીએ પોતાની મહેનતથી આઈઆઈટી કાનપુરમાં એડમિશન લીધું છે. આ દીકરીની પેટ્રોલ પંપ ઉપર તેના પિતા સાથે ઉભેલી તસવીર પણ ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ વાતની જાણકારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશ લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય દ્વારા અપવામના આવી. તેમને ટ્વીટર ઉપર તેની તસવીર શેર કવણી સાથે લખ્યું કે “હું ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર કામ કરવા વાળા રાજાગોપાલની દીકરી આર્યાની પ્રેરક કહાની શેર કરી રહ્યો છે. આર્યાએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે. આર્યાને શુભકામનાઓ !”

શ્રીકાંત માધવ વૈદ્યની પોસ્ટ ઉપર લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને આઈઆઈટીમાં પ્રવેશ મેળવનારી આર્યાને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. તેની સાથે જ ટ્વીટર ઉપર યુઝર્સ તેને સ્કોલરશીપ આપવાની માંગ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આર્યાએ આ પહેલા રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાનથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેના પિતા છેલ્લા 20 વર્ષોથી પેટ્રોલ પંપ ઉપર કામ કરે છે, જેના કારણે તેમની દીકરીનું ભવિષ્ય તેઓ ઉજ્જવળ બનાવી શકે.

Niraj Patel