ખબર

અનાથ છોકરીને ભણાવી-ગણાવી અને એન્જીનીયર બનાવી પણ દીકરીએ માં-બાપની સાથે જે કર્યું જાણીને ફિટકાર થશે

દુનિયામાં એવું કોઈ નથી જે તેના માં-બાપને પ્રેમના કરતું હોય. માં-બાપ જેવો પ્રેમ કોઈ દિવસ કોઈ કરશે પણ નહીં અને કરતું પણ નથી. આજે અમે તમને એક એવી સત્ય ઘટના વિષે જણાવીશું કે, જે જાણીને તમને પણ નફરત આવશે.

Demo Image

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શંકર અને સીમા તેની 25 વર્ષીય દીકરી પ્રિયંકા સાથે નાગપુરના વાડી સુરક્ષા નગર વિસ્તારમાં રહેતા હતા. શંકર નારિયેળ પાણી વેચીને ઘર-પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જયારે 25 વર્ષીય પ્રિયંકા એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. એક દિવસે તે સવારે ઓફિસ ગઈ હતી. ઓફિસથી પરત ફરતા શંકર અને સીમા બન્ને લોહીથી લથબથ પડેલા હતા. કોઈ વજનદાર વસ્તુથી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રિયંકાએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં કંઈ હાથ લાગ્યું ના હતું. પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

Image Source

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ખબર પડી હતી કે, પતિ-પત્નીની હત્યા તેને દત્તક લીધેલી દીકરી પ્રિયંકા અને તેના પ્રેમી ઇખલાક ખાને કરી હતી. પ્રિયંકા વારંવાર નિવેદન બદલતી હોય પોલીસે શંકાના દાયરામાં લઇ તેની ધરપકડ કરતા તે ભાંગી ગઈ હતી.

Demo Image

પોલીસ પૂરપરછમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તે બહુ નાની હતી ત્યારે જ એક દુર્ઘટનામાં તેના માતા-પિતાનું મોત થયું હતું. તેથી ચંપાતી દંપતીએ બાળપણથી જ પ્રિયંકાને દતક લઈને ભણાવી હતી. પ્રિયંકાના લગ્નની વાતો ઘરમાં ચાલતી હતી. પરંતુ તેને ઇખલાખથી પ્રેમ હોય પ્રિયંકા અન્ય જગ્યા પર લગ્ન કરવા રાજી ના હતી. પરંતુ ચંપાતી દંપતી આંતરજ્ઞાતિય લગ્ન કરવાના વિરોધમાં હતું. પ્રિયંકા અને ઇખલાખ લગ્ન કરવાની તૈયારીમાં હતા આ વાત ચંપાતી દંપતી સુધી પહોંચી જતા તેને સંપત્તિમાંથી બાદ કરવાની વાત કરી હતી.

Image Source

ચંપાતી દંપતિની સંપત્તિની તે એકલી વારસદાર હતી. ચંપાતી દંપતીના 2 મકાનમાં લગભગ 10-12 ભાડુઆત રહેતા હતા. તેથી શંકર આ સંપત્તિને કોઈ નજીકના સંબંધી અથવા સંસ્થાને દાન પણ કરી શકતા હતા. તો બીજી તરફ ઇખલાખ પાસે પણ સંપત્તિ હતી. ઇખલાખ તેના પિતાને ભણવાની સાથે-સાથે ટ્રાન્સપોર્ટ અને અન્ય ધંધામાં પણ મદદ કરતો હતો. છતાં પર પ્રિયંકા આ સંપત્તિ છોડવા તૈયાર ના હતી. આ કારણે પ્રેમીની મદદથી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.