19 વર્ષની યુવતીએ 17 ઘા ઝીંકીને માતાનું ઢીમ ઢાળ્યું, પછી મગરનાં આંસુ સારતી રહી

જૂનાગઢમાં 19 વર્ષની કપાતર દીકરીએ માતાની હત્યા કરી, પ્રેમી સાથે રાત્રે રંગરેલિયા મનાવતી તી ને અચાનક જ….

Junagadh Daughter Kill Her Mother : ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં પણ હત્યાના બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં ગત શનિવારના રોજ મોડી રાતના જૂનાગઢ તાલુકાના ઈવનગરમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી અને આ માહિતી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને મળતા પોલિસે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ત્યારે ઇવનગરમાં રહેતા દક્ષાબેન બામણીયાની લોહીમાં લથપથ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોથડ પદાર્થ મારી મહિલાની હત્યા કરાઇ હોવાની શંકા પોલિસે વ્યક્ત કરી હતી પણ હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની હત્યા કોઇ બીજાએ નહીં પણ પ્રેમમાં અંધ બનેલી તેમની જ દીકરીએ કરી હોવાનું સામે આવ્યુ છે.

પોલીસે હાલ તો હત્યારી દીકરીની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મુળ ગીર સોમનાથના ભાલપરા ગામની અને છેલ્લા સાતેક વર્ષથી જૂનાગઢનાં ઈવનગરમાં રહેતા દક્ષાબેન બામણીયા પતિ અને બાળકો સાથે રહે છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં તેમનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો. ટ્રકના વ્હીલ પાનાથી તેમના માથાના ભાગે 17થી વધુ ઘા મારવામાં આવ્યા હતા.

દક્ષાબેનના પતિ ગોવિંદભાઈ કે જે પાલનપુરમાં કામકાજ કરે છે અને એટલે તેઓની પાલનપુર અવર જવર રહેતી હોય છે. જ્યારે હત્યાનો બનાવ બન્યો ત્યારે ગોવિંદભાઇના સાઢુ ભાઇએ તેમને જાણ કરી અને તે બાદ તેઓ પાલનપુરથી પરત આવી ગયા. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો.

હત્યા બાદ ઘરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે તપાસની દિશા બદલી અને પરિવારજનો પર સ્થિત કરી. ત્યારે તપાસમાં મૃતક દક્ષાબેનની પુત્રી મીનાક્ષી પર પોલીસને શંકા ગઇ અને તેમણે મિનાક્ષી પર વોચ ગોઠવી. જૂનાગઢ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી મીનાક્ષીને બોલાવી અને તેની આગવી ઢબે પુછપરછ કરી,

ત્યારે મીનાક્ષી ભાંગી પડી અને તેણે પોતાની માતાની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી. મીનાક્ષીએ ગુનો કબુલતાં પોલીસને જણાવ્યું કે, તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો.આ યુવાન તેને મળવા રાત્રે આવ્યો હતો. આ પહેલા પણ આ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી હતી અને ઠપકો આપ્યો હતો.

શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો ત્યારે આ વાતની જાણ દક્ષાબેનને થતા તેમણે મીનાક્ષીને ઠપકો આપ્યો અને આ દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થઈ. જે બાદ મોડી રાત્રે મીનાક્ષીએ ઘરના CCTV બંધ કરી માતાને 17 જેટલા પાનાના ઘા મારી મોતને ઘાટ ઉતારી. હાલ તો પોલિસ એ તપાસ કરી રહી છે કે હત્યા સમયે પ્રેમી યુવક ત્યાં હાજર હતો કે કેમ…

Shah Jina