ગીર સોમનાથ: સાસુ અને વહુ સરપંચની ઉમેદવારી માટે ઉતર્યા મેદાનમાં, પરિણામ આવતા સૌના હોશ ઉડી ગયા !

ગુજરાતના ઘણા ગામોમાં હાલ જ ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામપંચાયતમાં સરપંચ માટે અને સભ્ય માટે ઘણા લોકોએ આવેદન કર્યું હતું, જેનું મતદાન ગત રવિવારના રોજ  થયું અને ગઈકાલે ચૂંટણનું પરિણામ પણ આવી ગયું, જેમાં જીતેલા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો તો હારેલા ઉમેદવારોએ માતમ, આ દરમિયાન ઘણા ઉમેદવારો તો એક જ પરિવારના હતા અને  જેમાંથી કેટલાકની હાર થઇ તો કેટલાકની જીત.

આવી જ એક ખબર ગીર સોમનાથના ઊનામાંથી આવી રહી છે, જ્યાંના  દેલવાડા ગામમાં સાસુ અને વહુએ સરપંન્ચ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ ગ્રામપંચાયત પર સમગ્ર તાલુકાની નજર હતી કે સાસુ વહુની ચૂંટણીના જંગમાં કોનો વિજય થશે, અને ગઈકાલે આવેલા પરિણામમાં ભાર આવ્યું કે આખરે કોનો વિજય થયો.

15 હજારથી વધુ વસ્તી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક છે. આ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત હતી.પૂર્વ સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે 16 સભ્‍યોની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે ગત ટર્મમાં સરપંચ પદે રહેલ તેમના સગા પુત્ર વિજય બાંભણિયાએ તેના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા હતા.

ત્યારે સાસુ વહુની આ ચુટંણીનો જંગ લોકો માટે પણ ખુબ જ રસપ્રદ હતો. ચૂંટણીની મતગણતરીમાં શરૂઆતથી જ પુત્રવઘુની પેનલના ઉમેદવારોનો હાથ ઉંચો રહયો હતો. મતગણતરીના અંતે તમામ 16 વોર્ડોમાં પુત્રવઘૂની પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. જયારે અંતમાં સરપંચ પદના મતોની ગણતરી હાથ ઘરાયેલ હતી. જેમાં સાસુ જીવીબેનને 2,202 મતો જયારે પુત્રવઘુ પુજાબેનના 3,374 મતો મળયા હતા.

જેના કારણે સાસુ સામે પુત્રવઘુનો 1,172 મતોની જંગી લીડથી ઝળહળતો વિજય થતા જ ગામની અંદર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. પુત્રવધુ પૂજાબેનની ટીમના 16 સભ્ય જીત્યા હતા, પરંતુ સાસુના ભાગે એકપણ સીટ આવી ન હતી. સરપંચની સીટમાં 1 હજાર ઉપરની લીડથી પુત્રવધુ પૂજાબેન વિજેતા બન્યા હતા.

Niraj Patel