ખબર

પિતાને ભાભી સાથે ગંદુ કામ કરતા જોઈ ગઈ દીકરી, પછી ભાભીએ સંતાકૂકડી રમાડવાના બહાને નણંદની આંખે પટ્ટી બાંધી અને..

સસરાએ વહુને ખરાબ ઈરાદાથી ગળે લગાવી અને નણંદે જોઈ લીધી, પછી ભાભીએ 14 વર્ષની નણંદને સંતાકૂકડી રમાડવાના બહાને..

દેશભરમાં હત્યા અને લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે, ઘણા એવા કિસ્સાઓ પણ સાંભળવા મળે છે, જ્યાં નાની અમથી બાબતમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એવી જ એક મોટી ઘટનાનો ખુલાસો પોલીસે ગણતરીના સમયમાં જ કરી દીધો છે, જેમાં એક 14 વર્ષની કિશોરીની લાશ કુવામાંથી મળી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના મંદસૌરમાં બની હતી. પોલીસે માત્ર 48 કલાકમાં આ હત્યાનો ખુલાસો કરી નાખ્યો હતો. જેમાં 14 વર્ષની નણંદની હત્યાના આરોપમાં ગત સોમવારના રોજ તેની જ ભાભીની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસે જણાવ્યું કે આ બાબતે કિશોરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 1 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાથી તેમની દીકરી હર્ષિતા ઘરેથી ગાયબ થઇ ગઈ છે.

જેના બાદ હર્ષિતાના ચપ્પલ ઘરે જ હોવાના કારણે અને શંકા થવા ઉપર ઘરના કુવામાં જોયું તો હર્ષિતાનું શબ ઘરના કુવામાં લટકતું હતું. શબને બહાર કાઢી અને પોલીસને સુચના આપવામાં આવી. કિશોરીના ગળા અને નાક ઉપર વાગવાના નિશાન હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની ટીમ દ્વારા કિશોરીના મોત માટે પરિવાર જવાબદાર હોવાની શંકા ઉપર તેના ભાભી રશ્મિ સાથે પુછપરછ કરવામાં આવી. રશ્મિએ પુછપરછમાં જણાવ્યું કે તેના લગ્ન 2020માં થયા હતા. લગ્ન બાદ તેની નણંદ હર્ષિતા આખા દિવસની દિનચર્યા તેના પતિ અને સસરાને જણાવતી હતી. 1 ઓક્ટોબરના રોજ લગભગ 10 વાગે જયારે હું નાહીને બહાર આવી ત્યારે મારા સસરાએ ખોટી રીતે મને ગળે મળીને ચુંબન આપતા હર્ષિતાએ જોઈ લીધા.

તેને આગળ જણાવ્યું કે મને શંકા થઇ હતી કે ક્યાંક હર્ષિતા આ વાત પરિવારમાં ના જણાવી દે. તે સમયે પરિવારના બધા જ લોકો કામ ઉપર ગયા હતા. સાંજે 7 વાગે મારા સાસુ સામાન લેવા માટે બજાર ગયા. હું અને હર્ષિતા આંખો ઉપર પાટા બાંધી અને સંતાકૂકડી રમવા લાગ્યા. મેં હર્ષિતાના ગળામાં રહેલા સફેદ ગમછાથી જ તેની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી અને હત્યાના ઈરાદાથી કુલર ઉપર રાખેલા ચાકુથી નાક અને ગળા ઉપર વાર કર્યા અને પછી ગમછાથી ગળું દબાવી દીધું. જેના કારણે તે બેભાન થઇ ગઈ અને મેં તેને ઢસેડીને કુવામાં નાખી દીધી.

પોલીસ દ્વારા આરોપીના નિશાનદેહી ઉપર અપરાધના ઉપયોગમાં લેવામાં આવેલા ચાકુ અને અન્ય સામગ્રી મેળવી લીધી હતી. પોલીસ પુછપરછમાં એ પણ સામે આવ્યું કે આરોપી ભાભી તેની નણંદની નાની નાની વાતોના કારણે નારાજ રહેતી હતી.

ભાનપુર ટીઆઈ કમલેશ સિગાર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરેશના દીકરા એશ્વર્ય અને રશ્મિએ પ્રેમલગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા ઉપર થઇ હતી. રશ્મિ છત્તીસગઢના અંબિકાપુરની રહેવાસી હતી.

રશ્મિની દરેક નાની મોટી હરકતો ઉપર હર્ષિતા નજર રાખતી હતી. તે તેના ભાઈને તેના ભાભીની આખા દિવસની દિનચર્યા પણ જણાવી દેતી હતી. જેના કારણે પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. નણંદની આ હરકત ભાભીને પસંદ નહોતી. જેના કારણે તે તેની સાથે નફરત કરતી હતી.