કળયુગી વહુએ સાસુની કરી દીધી જોરદાર પિટાઇ, વીડિયો થયો વાયરલ

વહુએ પતિ સામે સાસુ પર કર્યો થપ્પડોનો વરસાદ, વીડિયો વાયરલ થવા પર પોલિસે…

એક વહુ દ્વારા પોતાની બીમાર વૃદ્ધ સાસુની પિટાઇ કરવાનો મામલો સામે આવ્યો છે. તેનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં વહુ ઘરેલુ કલેશના કારણે વૃદ્ધ સાસુ સાથે મારપીટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વૃદ્ધ મહિલાના દીકરાએ અને મારપીટ કરનારી વહુના પતિએ પોતે ફોનથી ઉતાર્યો છે. વીડિયો બનાવી યુવકે તેની ફરિયાદ રાજેંદ્ર પાર્ક પોલિસ સ્ટેશનમાં કરી છે.

આ વીડિયો દિલ્લીના ગુરુગ્રામનો છે. પોલિસ અધિકારીઓ અનુસાર, રાજેન્દ્ર પાર્ક પોલિસ સ્ટેશનના રતન વિહારના રહેવાસી આયુુષ મિત્તલે જણાવ્યુ કે, તેમની પત્ની કવિતા તેમની માતા સાથે ઘરેલુ ક્લેશને કારણે મારપીટ કરે છે. તેણે જણાવ્યુ કે, છેલ્લા દિવસોમાં પણ કોઇ વાતને લઇને તેણે ઘરેલુ વિવાદમાં માતા અંશુ મિત્તલને મારી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

પીડિત મહિલા અંશુ મિત્તલે જણાવ્યુ કે, તે મકાનમાં ઉપરના માળે રહે છે. જયારે દીકરા-વહુ સહિત બાળકો પહેલા માળે રહે છે, આ ઉંમરમાં અને બીમારીને કારણે તેમનાથી કામ થતુ નથી, આ માટે દીકરાને કામ કરવા માટે નોકર રાખવાનું કહ્યુ હતુ, આ વાત પર કવિતા નારાજ થઇ ગઇ અને મારપીટ કરવા લાગી.

વીડિયોમાં જોઇ શકાય છે કે, કવિતા તેના પતિને કહી રહી છે કે, તમે મને કેમ માર્યુ, હવે હું આને પણ મારીશ. ત્યાં પતિએ કહ્યુ કે, બદ્તમીઝી કરવી સારી નથી. પરંતુ મહિલા માનતી નથી અને તે બાદ તે તેની સાસુ પર થપ્પડોનો વરસાદ કરે છે. આરોપી વહુએ પણ પોતાની સાથે થયેલ મારપીટ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Shah Jina