દીકરાનું મોત થઇ ગયુ તો વહુને મેણા ટોણા મારવાની જગ્યાએ કર્યુ એવું કામ કે ચારેકોર થઇ રહી છે પ્રશંસા

બીમારીથી દીકરાની મોત બાદ સસરાએ બીજીવાર કરાવ્યા વહુના લગ્ન, દીકરી બનાવી કર્યું દુનિયાનું સૌથી મોટું કામ

સામાન્ય રીતે એવા અહેવાલો આવે છે કે પુત્રવધૂને દહેજ માટે સાસરિયામાં ત્રાસ આપવામાં આવે છે, મારી નાખવામાં આવે છે, પરંતુ આજે એક એવા સમાચાર આવ્યા છે જે વાતાવરણને બદલી નાખશે. પુત્રની મોત બાદ એક સસરાએ પુત્રવધૂના ફરીથી લગ્ન કરાવ્યા. પુત્રવધૂનુ દીકરીની જેમ કન્યાદાન કરવામાં આવ્યુ. ઈન્દોરના રાઠોડ સમાજના બાબુલાલ રાઠોડે પુત્ર સંજયના મોત બાદ પુત્રવધૂના પુન: લગ્ન કરાવ્યા હતા.

લોકો શું કહેશે, સમાજ શું કહેશે તેની અવગણના કરીને બાબુલાલે પરિવારના સભ્યો સાથે વાત કરી અને રાજી થયા બાદ પુત્રવધૂ માટે સંબંધ શોધી કાઢ્યો. બાબુલાલ રાઠોડે શુક્રવારે ગણેશ મંદિરમાં પુત્રવધૂ માયાના લગ્ન ખરગોન જિલ્લાના રહેવાસી દિલીપ સાથે કર્યા હતા. માયાના બે બાળકો છે જે માતાના બીજા લગ્નના સાક્ષી હતા. પુત્રવધૂ, પૌત્ર-પૌત્રીઓની ખુશી માટે રાઠોડે સામાજિક પરંપરાઓ સાથે પુત્રવધૂને પુત્રી બનાવી પુત્રવધૂનું દાન કર્યું હતું.

બાબુલાલના પુત્ર સંજયનું ડિસેમ્બર 2013 માં બીમારીના કારણે અવસાન થયું હતું. પરિવારમાં માયા ઉપરાંત સાસુ શાંતિબાઈ, સસરા બાબુલાલ, 7 વર્ષની પુત્રી ઉન્નતિ અને એક પુત્ર કુલદીપ (5) છે. પુત્રના અવસાન બાદ સસરા બાબુલાલ લોટ મિલનું કામ કરે છે. રાઠોડ પરિવારની આ પહેલને શહેરવાસીઓએ બિરદાવી છે.

સંજય અને માયાને એક પુત્રી અને એક પુત્ર છે. જેમની ઉંમર હાલમાં અનુક્રમે 7 અને 5 વર્ષ છે. માયાના પુનઃલગ્ન બાદ 7 વર્ષનો પુત્ર હવે દિલીપ અને માયા સાથે રહેશે. જ્યારે પુત્રી તેના દાદા બાબુલાલ રાઠોડ સાથે રહેશે. ખરેખર, બાબુલાલ રાઠોડે તેમની પુત્રવધૂને છોડીને હવે તેમની પૌત્રીના ઉછેર, અભ્યાસ અને લગ્નની જવાબદારી ઉપાડી લીધી છે.

Shah Jina