સુરતમાં સાસુ-સસરાએ વિધવા પુત્રવધુ સાથે કર્યુ એવું કામ કે આખો સમાજ જોતો જ રહી ગયો

સુરતમાં સાસુ-સસરાએ વિધવા પુત્રવધુ સાથે કર્યુ એવું કામ કે આખો સમાજ જોતો જ રહી ગયો

ગુજરાતમાં હાલમાં પણ એક વર્ગ એવો છે જે જૂની નીતિથી ચાલે છે એટલે કે જો ઘરમાં પુત્રનું અવસાન થઇ જાય તો પુત્રવધુને આખુ જીવન વિધવા બનીને નીકાળવુ પડતુ હોય છે. આ ઉપરાંત કોઇકવાર તો જો તેના સંતાનો હોય તો તેમની જવાબદારી પણ તેના પર આવી જતી હોય છે. પરંતુ આને વિપરિત કેટલાક પરિવાર એવા પણ છે જે વિચારોથી ઘણા આગળ નીકળી ગયા છે. આવા જ એક પરિવારની આજે તમને કહાની વર્ણવવા જઇ રહ્યા છે. આ કહાની સુરતની છે, જેમાં મેઘવળ સમાજના પરિવારે પુત્રના અવસાન બાદ પુત્રવધુને દીકરી માનીને તેનો સંસાર ફરીથી શરૂ થાય તે માટે લગ્ન કરાવી આપ્યા.

સમાજના બે પરિવારોએ રૂઢીચુસ્તતાને બાજુએ રાખીને આ હિંમતભર્યો નિર્ણય કર્યો હતો. જો કે, સમાજમાં આ નિર્ણયને આવકાર પણ મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ બે પરિવારોએ જે હિંમત દાખવી છે તે સમાજિક ક્રાંતિ હોવાથી અન્ય સમાજના લોકો પણ આ પરંપરાને આગળ વધારે તો ઘણી દિકરીઓ પોતાનો સંસાર માંડી શકે તેવું પણ કહેવામાં આવ્યુ હતુ. કહાની જોઇએ તો, સુરતના વેડરોડ પર વિરામ નગર ખાતે રહેતા દિનેશભાઈ અને લીલાબેનના દીકરા મોહનભાઈના લગ્ન રીટાબેન સાથે થયા હતા, પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ મોહનભાઈનું બિમારીના કારણે અવસાન થયું હતું.

ત્યારે વર્ષ 2011માં મોહનભાઈના અવસાન સમયે રીટાબેનની ઉંમર 23 વર્ષની હતી. પોતાના દિકરાની વિધવાને ઘરે જોઈને આ પરિવારને ઘણુ દુઃખ થતું હતું. ત્યારે આ પરિવારે સામાજિક રૂઢીચુસ્તતા બાજુએ રાખી પુત્રવધુને અન્ય જગ્યાએ લગ્ન કરીને સંસાર શરૂ કરવા માટેની વાત કરી હતી. જો કે, રીટાબેને તો એવું કહ્યુ હતુ કે કોઇ બીજી જગ્યાએ લગ્ન કરવા નથી. પરંતુ આ દંપતિએ હજી સંસાર શરુ પણ નથી થયો અને તુટી ગયો છે તેથી હજી લાંબી મજલ કાપવા રીટાબેનને સમજાવ્યા હતા અને તે બાદ તે લગ્ન કરવા માટે તૈયાર થયા હતા. વિરાસ પરિવારે પુત્રવધુને દીકરી સમજી દીકરીના જ લગ્ન હોય તેવી રીતે લગ્ન કરાવી આપ્યા હતા.

વેડરોડ પર વિરાસ પરિવારની જેમ જ દેવજીભાઈ અને માયાબેનના પુત્ર જગદીશના લગ્ન ગીતા ઉર્ફે ગાયત્રી સાથે થયાં હતા. અનેક અરમાનો સાથે આ દંપતિએ જીવનની શરુઆત કરીને થોડા જ સમયમાં જગદીશને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ પરિવારે ઘણી મહેનત દીકરાને કેન્સરમાંથી બહાર લાવવા માટે કરી પરંતુ તેઓ તેને બચાવી શક્યા ન હતા. લગ્નના ટુંકા ગાળામાં જ ગીતા વિધવા બની જતાં બન્ને પરિવાર પર આભ તુટી પડ્યું હતું. દિકરાના મોતના મોટા દુઃખને ભૂલીને આ પરિવારે પણ ગીતાને દીકરી માનીને તેના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

Shah Jina