ખબર

અમદાવાદમાં ‘વહુ’ એ કરી સાસુની હત્યા,કલાક સુધી લોહી સાફ કરતી રહી અને લાશને સળગાવવાનો…જાણો વિગત

અમદાવાદમાં સાસુને સળિયાથી ફટકારીને માર્યા : ખેલાયો ખૂની ખેલ, લોહીના ફૂવારા ઉડ્યા…સંસ્કારી દેખાતી વહુએ કર્યો હતો ગંદો કાંડ

આપણે બધા સાંભળતા જ આવીએ છીએ કે, ઘર કંકાસમાં ખૂની ખેલ ખેલાઈ છે. સાસુ-વહુ વચ્ચેના ઝઘડા અવારનવાર થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ સામાન્ય ઝઘડામાં સાસુ વહુ વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો હોય તેવી ઘટના અમદાવાદમાં સામે આવી હતી. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે જેને ભારે ચકચાર મચાવી છે.

રોયલ્સ હોમમાં 103 નંબરનાં મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. આ બાદ પુત્રવધૂ નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના સળિયાથી હત્યા કરીને લાશને સળગાવી દેવાની કોશિશ કરી હતી. લોખંડના સળિયાથી સાસુના માથામાં ઘા મારતા બૂમાબૂમ થઇ હતી. બુમાબુમ સાંભળીને આસપાસના ફ્લેટના લોકો પણ ભેગા થઇ ગયા હતા. આ ઘટના દરમિયાન નિકિતાનો પતિ દિપક સીડીઓથી ઘરની બારીમાંથી પ્રવેશ કરીને જોતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. આ બાદ દીપકે જોયું હતું કે માતાની લાશ લોહીમાં લથપથ હતી. સોલા પોલીસે સાસુની હત્યાને લઈને પુત્રવધૂ નિકિતાની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રેખાબેનનો પરિવાર મૂળ રાજસ્થાની છે અને જૂની પરંપરા, બંધન પ્રથામાં માને છે. જેના કારણે આ લોહિયાળ જંગ ખેલવામાં આવ્યો હતો. હત્યા કરનાર પુત્રવધૂ નિકિતાને બે મહિનાનો ગર્ભ છે. 10 મહિનાના લગ્ન ગાળામાં સાસુ રેખાબેન અગ્રવાલ અને વહુ નિકિતા વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતાં. મૃતક સાસુ નિકિતાને બંધનમાં રહેવાનું કહેતા હતા. આ વાત પુત્રવધૂને પસંદ ના આવતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

જણાવી દઈએ કે, મૃતકના દીકરા દિપક અગ્રવાલને ગોતામાં મહાવીર ગ્રેનાઇટ અને આર.કે. સ્ટોનના નામે વેપાર કરે છે. 24 ઓક્ટોબરે દિપકના પિતાને કોરોના થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે દિપક જમીને હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હોય પાછળથી આ ખૂની ખેલાયો હતો.

પત્ની નિકિતાએ જ માતા રેખાબેનની હત્યાની જાણ થતાં દિપકે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ કેસમાં દિપકે નિકિતાની પુરાવા નાશ કરવા મદદ કરી હોવાની શંકાને લઈને પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી છે.