વિદેશી વહુના પિયર જવાના ગમમાં પરિવાર, દીકરીની વિદાયની જેમ રડી રહેલા લોકોનો વીડિયો થયો વાયરલ

દીકરીની પણ આવી વિદાય નહિ થતી હોય, વિદેશી વહુના જવાનો ગમ બર્દાશ્ત ના કરી શક્યો પરિવાર- આવી રીતે રડવા લાગ્યો

‘સાત સમંદર પાર મેં તેરે પીછે-પીછે આ ગઇ..’, તમે સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘વિશ્વાતમા’નું આ ગીત સાંભળ્યું હશે. પરંતુ એવા ઘણા કિસ્સાઓ વાસ્તવિક જીવનમાં જોવા અને સાંભળવા મળે છે.

સોશિયલ મીડિયાના આ જમાનામાં આવા કોઇ પણ સમાચાર ઝડપથી વાયરલ થઇ જતા હોય છે.આજે અમે તમને એવા જ એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયોમાં જ્યારે એક વિદેશી પુત્રવધૂ પોતાના દેશ પરત ફરવા લાગે છે, ત્યારે પતિ, સાસુ અને તમામ સાસરિયાઓ તેની વિદાયનું દુઃખ સહન કરી શકતા નથી અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગે છે.આ વીડિયો જોયા પછી કોઇ પણ ભાવુક થઈ જાય અને કહે કે દીકરીની પણ આવી વિદાય નહિ થતી હોય.

 

View this post on Instagram

 

A post shared by Loveleen Vats (@loveleenvats)

વીડિયોમાં દેખાતી મહિલાનું નામ કર્ટની વત્સ છે, જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની રહેવાસી છે અને કર્ટનીએ હરિયાણાના લવલીન વત્સ સાથે લગ્ન કર્યા છે. ઓસ્ટ્રેલિયા છોડ્યા બાદ કર્ટનીએ ભારતના લવલીન સાથે લગ્ન કર્યા અને હરિયાણામાં રહેવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Loveleen Vats (@loveleenvats)

પરંતુ લગ્ન પછી જ્યારે તે પોતાના પિયર ઓસ્ટ્રેલિયા જઇ રહી હતી ત્યારે આખો પરિવાર રડવા લાગ્યો. વાયરલ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ બોર્ડરનું ગીત ‘મેં વાપસ આઉંગા’ વાગી રહ્યું છે. અત્યાર સુધી આ વીડિયોને 33 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Loveleen Vats (@loveleenvats)

Shah Jina