દાદી સાસુની અંતિમ ક્રિયા માટે પુત્રવધુ ના આપી શકી પૈસા તો સસરાએ કરી દંડા વડે એવી જોરદાર પિટાઇ કે…જુઓ વીડિયો

સસરાએ વિધવા વહુને ખુલ્લેઆમ દંડાથી મારી, કારણ હતું ચોંકાવનારું…..

હાલમાં જ એક એવો મામલો દેશમાંથી સામે આવ્યો છે, જેમાં એક સસરા પુત્રવધુને જોરદાર માર મારી રહ્યા છે કારણ કે તેણે દાદી સાસુની અંતિમ ક્રિયા માટે પૈસા માંગ્યા હતા પરંતુ તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે પૈસા આપી શકી નહતી. મધ્યપ્રદેશના છતરપુરમાંથી આ મામલો સામે આવ્યો છે. પુત્રવધૂની ફરિયાદના આધારે સસરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પુત્રવધૂએ જણાવ્યું કે તાજેતરમાં જ ઘરમાં દાદી સાસુનું અવસાન થયું હતું. તેના સસરા ચિનુઆ અહિરવારે તેની પાસે દાદી લક્ષ્મીબાઈના અંતિમ સંસ્કાર માટે પૈસા માંગ્યા.

પરંતુ તેની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે તેના સાસરીયાઓને પૈસા આપી શકી ન હતી. આ વાતથી સસરાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પુત્રવધૂને જાહેરમાં માર મારવાનું શરૂ કરી દીધું. તે લાકડી લઈને આવ્યા અને વહુને બેરહેમીથી માર માર્યો. આ દરમિયાન કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઇ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સસરા દારૂ પીવાની લત ધરાવે છે.

દારૂ પીધા પછી તે અવારનવાર આવા કૃત્યો કરતા રહે છે. તેની હરકતોથી આખો પરિવાર પરેશાન છે. ફરિયાદ બાદ સસરા સામે કેસ નોંધી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈશાનગર સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે આ મામલો 29 જૂનનો છે. છતરપુર જિલ્લાના ઈશાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાર ગામની મહિલા રાજકુમારી અહિરવારના પતિ મુન્ના અહિરવારનું નિધન થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

તે તેના બાળકો સાથે દિલ્હીમાં રહે છે અને મજૂરી કામ કરે છે. ભૂતકાળમાં મહિલાના દાદી સાસુનું નિધન થયું હતું, જેના કારણે તે અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે દિલ્હીથી પહાર ગામમાં આવી હતી.

Shah Jina