સ્ટેજ પર કન્યા કરી રહી હતી ડાન્સ, સાથ નીભાવવા આવ્ય સાથિયા, પણ ત્યારે જ થઇ ગઈ સસરાની ધમાકેદાર એન્ટ્રી… પછી માહોલ એવો જામ્યો કે… જુઓ વીડિયો

“કજરારે કજરારે..” ગીત પર ડાન્સ કરી રહી હતી કન્યા ત્યારે જ સ્ટેજ પર થઇ બાપ દીકરાની એન્ટ્રી… પછી સર્જાયો એવો નજારો કે… વીડિયો દિલ જીતી લેશે

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નમાં થતી કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો ઘણીવાર કેટલીક ઘટનાઓ લોકોના દિલ જીતી લેનારી પણ બને છે તો કોઈ ઘટના પેટ પકડીને હસવાનારી પણ બનતી હોય છે.

ત્યારે લગ્નમાંથી ડાન્સના પણ ઘણા વીડિયો સામે આવતા હોય છે. જેમાં લગ્નમાં નાચતા ઘણા લોકોને જોઈને આપણને પણ નાચવાનું મન થઇ જાય. તો કેટલીક વાર કોઈ કન્યા કે વરરાજા પણ ડાન્સ ફ્લોર પર આગ લગાવી દેતા હોય છે. ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં વર કન્યા નહિ પરંતુ સસરાની એન્ટ્રી લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કન્યા સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. થોડીવારમાં જ ત્યાં સાથ નિભાવવા માટે વરરાજાની પણ એન્ટ્રી થાય છે. બંને શાનદાર ડાન્સ કરે છે. પરંતુ ત્યારે જ સસરા પણ સ્ટેજ પર આવી ચઢે છે અને તે પણ ડાન્સના સ્ટેપ કરવા લાગી જાય છે. વર કન્યા પછી પપ્પાના સ્ટેપમાં સ્ટેપ મિલાવીને ડાન્સ કરવા લાગે છે.

આ બધા ડાન્સ માટે ખુબ જ લોકપ્રિય ગીત કજરારે કજરારે પર ઝૂમી રહ્યા છે. બાપ દીકરાએ પીળા રંગનો ગમછો પણ લીધો છે. ત્યારે હવે આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો અને લોકો પણ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શકતા પણ નથી.

Niraj Patel